સુરત/ સમલૈંગિક યુવકને સંબંધ બાંધવા બોલાવી બ્લેકમેલ કરી માંગ્યા 2.50 લાખ અને પછી થયું આવું…

 વરાછાના સમલૈંગિક યુવકને સંબંધ બાંધવા બોલાવી બ્લેકમેલ કરી 2.50 લાખ માંગનાર આરોપીઓની ધરપકડ

Top Stories Gujarat Surat

@દિવ્યેશ પરમાર 

સુરતના વરાછા વિસ્તારમાં એક 36 વર્ષીય યુવક ઓનલાઈન ડેટિંગમાં ફસાઈ જતા ટોળકીએ યુવકનો અર્ધનગ્ન વિડીયો ઉતારી પેસાની માંગ કરી હતી.અમરોલી વિસ્તારમાં બોલાવી વિડીયો ઉતારી પેસા પડાવી લેવાની કોશિશ કરતા ચાર આરોપીઓની અમરોલી પોલીસે ધરપડક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વરાછા વિસ્તારમાં રેહતા અને કતારગામ ખાતે આવેલ આંગડીયા પેઢીની એક ઓફીસમાં નોકરી કરતા 36 વર્ષીય યુવકનો ગત તારીખ 4 એપ્રિલના રોજ બ્લ્યુએડ લાઈવ એન્ડ ડેટિંગ નામની એન્ડ્રોઇડ ડેટિંગ એપ્લીકેશન મારફતે અજાણ્યા પુરુષ સાથે વાતચીત થયા બાદ બન્ને વચ્ચે મિત્રતા થતા એકબીજાના મોબાઈલ નંબરની આપ – લે કરી વાતો કરતા હતા.અજાણ્યાએ અવાર નવાર ફોન કરી પોતે અમેરિકાનો છુ અને કોલેજમાં અભ્યાસ કરું છુ કહી 7 એપ્રિલના રોજ અમરોલી ચાર રસ્તા પાસે આશીર્વાદ એપાર્ટમેન્ટમાં મળવા બોલાવ્યો હતો.

યુવક ફ્લેટમાં જતા તેની સાથે 20 વર્ષના છોકરાને રૂમમાં મોકલી દીધો હતો.20 વર્ષના છોકરાએ યુવકને અર્ધનગ્ન કરી નાખ્યો હતો.આ દરમ્યાન બે અજાણ્યા ઈસમો રૂમમાં ધસી આવ્યા હતા અને યુવકને તમે કોણ છો, ક્યાથી આવો છો કહી ગાળાગાળી કરી હતી અને મારમાર્યો હતો તેમજ મોબાઈલ લઇ પરિવારના સભ્યોને જાણ કરવાની ધમકી આપી હતી.બાદમાં અન્ય ઈસમો પણ ઘસી આવ્યા હતા.ટોળકીએ યુવકને તારે આમાંથી બચવું હોય તો ગાય માટે 10 ગાડી ઘાસચાર પેટે રૂપિયા 7.50 લાખ નાખી દે નહિતર તને અહીંથી નહિ જવા દઈએ અને તારો વિડીયો અમે વાયરલ કરી દેશું.

આ ધમકીથી ગભરાઈને યુવકે તેના પાંચેક મિત્રોને ફોન કરી પેસાની માંગ કરી હતી જો કે છેવટે પેસાની સગવડ ન થતા છેવટે એક ગાડીના પેસાની સગવડ કરી આપવાની વાત કરી હતી અને બીજા દિવસે પેસા આપવાની વાત કરતા ટોળકીએ 8 એપ્રિલના રોજ 2.50 લાખ લઈને અંજની ઇન્ડસ્ટ્રીઝ ખાતે બોલાવ્યો હતો અને નહિ આવે તો વિડીયો પરિવારના સભ્યોને મોકલી આપવાની ધમકી આપી હતી.જો કે યુવકે બનાવ અંગે પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસે યુવકને બ્લેકમેઈલ કરી પેસાની માંગ કરનાર સુરેશ ઉર્ફે સુર્યા મોતી સખીયા , મનોજ મગન ચોહાણ , અંકિત ભરત ત્યાગી અને એક સગીરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ધોરાજી ભાદર નદીના પુલ પરથી કાર નીચે ખાબકતા ચાર લોકોના કરુણ મોત

આ પણ વાંચો:અમદાવાદમાં સારથિ હેલ્પલાઇનની સેવા વિસ્તારવામાં આવી

આ પણ વાંચો:દીપડાના શરીરના અંગોનો જુગાર રમવા થાય છે ઉપયોગ, શિકારીઓની ધરપકડથી થયો ઘટસ્ફોટ

આ પણ વાંચો:અમદાવાદના લેન્ડસ્કેપને બદલશે રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ