Rape Case/ રાજકોટમાં ડોક્ટરે પરિણીતા સાથે દુષ્કર્મ આચરતા ચકચાર

આ બનાવની વિગત મુજબ રાજકોટમાં કૃષ્ણનગર મેઈન ચોકમાં ડો. એલ.જી.મોરી નયન ક્લિનીક ધરાવે છે. દરમિયાન 30 વર્ષીય એક મહિલા ડો.મોરીના ક્લિનીક પર દવા લેવા ગઈ હતી. તે સમયે ડોક્ટરે તેનો મોબાઈલ નંબર મેળવી લીધો હતો. ડોક્ટર મહિલાને નોકરીની….

Top Stories Gujarat

@નિકુંજ પટેલ

Rajkot News: રાજકોટમાં એક ડોક્ટરે પરિણીતા સાથે દુષ્કર્મ આચરતા તેની વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. દવા લેવા ગયેલી મહિલાને નંબર લઈને તે અવારનવાર તેને ક્લિનીક પર બોલાવી તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

આ બનાવની વિગત મુજબ રાજકોટમાં કૃષ્ણનગર મેઈન ચોકમાં ડો. એલ.જી.મોરી નયન ક્લિનીક ધરાવે છે. દરમિયાન 30 વર્ષીય એક મહિલા ડો.મોરીના ક્લિનીક પર દવા લેવા ગઈ હતી. તે સમયે ડોક્ટરે તેનો મોબાઈલ નંબર મેળવી લીધો હતો. ડોક્ટર મહિલાને નોકરીની લાલચ આપીને અવારનવાર ફોન કરીને ક્લિનીક પર બોલાવતો હતો અને તેની સાથે દુષ્કર્મ આચરતો હતો. આ રીતે તેણે અવારનવાર મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.

તે સિવાય ડોક્ટરે આ બનાવ અંગે કોઈને જાણ કરશે તો મહિલાને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આ અંગે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ડોક્ટર મોરી સામે દુષ્કર્મ તથા એટ્રોસિટી હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:યામી ગૌતમ અને પ્રિયામણિ અભિનયનો પડકાર ઝીલવામાં સફળ, સંવેદનશીલ અને મહત્વના વિષય પર ફિલ્મનું નિર્માણ

આ પણ વાંચો:‘ગૃહિણીઓનું યોગદાન અમૂલ્ય અને ખૂબ જ મહત્વપૂર્ણ છે’, સર્વોચ્ચ અદાલતે કરી ટિપ્પણી