બિહારનાં બક્સર જિલ્લાનાં રહેવાસી મોઇનુદ્દીનનાં બાળક ઇરફાનનાં પેટમાંથી સાડા આઠ મહિનાનો ગર્ભ બહાર આવ્યો છે. ઈરફાન પોતે સાડા છ મહિનાનો છે, જ્યારે ડોકટરોને તેના પેટમાંથી 8.5 મહિના ગર્ભ મળ્યો છે. ઈરફાનનાં પીએમસીએચમાં બુધવારે ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેમાં શિશુ વિભાગનાં એચઓડી અમરેન્દ્ર કુમાર અને 15 ડોકટરોની ટીમે બે કલાકમાં ઇરફાનનાં પેટમાંથી ગર્ભ કાઠ્યો હતો. ગર્ભનું પેટ, હાથ અને માથાનો વિકાસ થઇ ચુક્યો હતો, પરંતુ તેમા ધબકારા ન હોતા.
આ પ્રકારનો કિસ્સો પ્રકાશમાં આવવાની સાથે જ ઘટનાસ્થળ પર લોકોની ભીડ જોવા મળી હતી. મોઈનુદ્દીનનો પરિવાર તેના પુત્રને લઈને ખૂબ પરેશાન થઇ ગયા હતા. કારણ કે, ઇરફાનને ઘણીવાર પેટમાં દુખાવો થતો હતો. એટલું જ નહીં, તેનું પેટ ફૂલતુ જઇ રહ્યુ હતું. 20 જાન્યુઆરીએ તેને પીએમસીએચમાં દાખલ કરવામાં આવ્યો હતો. સીટી સ્કેન અને અલ્ટ્રાસાઉન્ડમાં પેટમાં ટ્યૂમર હોવાનો અંદાજ હતો. જ્યારે ઓપરેશન કરવામાં આવ્યું ત્યારે બાળકનાં પેટમાં ગર્ભ મળી આવ્યો. બાદમાં ડોક્ટરોએ ઇરફાનની સારવાર ચાલુ રાખી હતી. આ રીતે મોડી સાંજે તે હોશમાં આવ્યો હતો.
ડોક્ટરોએ જણાવ્યું હતું કે આશરે 5 લાખ બાળકોમાં આવો એક જ કેસ જોવા મળે છે. કેટલીકવાર સગર્ભા સ્ત્રીઓનાં પેટમાં જોડિયા બાળકોની સંભાવના હોય છે. આવી સ્થિતિમાં, જો એક બાળક સારી રીતે વિકાસ કરી શકતું નથી, તો તે બીજાનાં પેટમાં કેદ થઇ જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
