ગુજરાત/ ઉના શહેરમાં હયાત રેલ્વે ક્રોસિંગ પર અંડરબ્રિજ બનવાથી અનેક સમસ્યા પ્રજાને સહન કરવી પડશે

અમદાવાદ એસ જી હાઈવે જેમ ઊના રેલ્વે ક્રોસિંગને બન્ને તરફ ૩ મીટર લાંબુ કરી દેવામાં આવે તો અંડર બ્રિજની કોઈ જરૂરિયાત ઊભી રહેતી નથી

Gujarat

ભારત સરકાર દ્વારા વેરાવળ ભાવનગર ફોરટેક નેશનલ હાઇવે બની રહ્યો છે. અને મોટાભાગના વિસ્તારોમાં કામો પૂર્ણ થઈ રહ્યાં છે. આ નેશનલ હાઇવેના બાયપાસ કાઢવાં રેલ્વે ક્રોસિંગ કરવા અંડર બ્રિજ બનવાની જરૂરિયાત ઊભી થતાં અને નેશનલ હાઇવે ઓથોરીટીજ દ્વારા તાજેતરમાં આ રેલ્વે ક્રોસિંગ અંડરબ્રિજની ડીઝાઈન બહાર પાડતાં શહેરી વિસ્તારમાં ભવિષ્યમાં લોકોને મોટું જાન માલનું નુક્શાન વેઠવું પડે અનેક સમસ્યા પ્રજાને સહન કરવી પડશે તેને ધ્યાને લઇ આ બાબતે આ વિસ્તારના નાના મોટા વેપારી વિવિધ સંસ્થાઓ અને શહેરીજનો વતી રાજ્ય સરકારના રેલ્વે અધિકારીઓને રજુઆત કરવામાં આવી છે.

ઊના શહેર નેશનલ હાઇવે અંતર્ગત હયાત રેલ્વે ક્રોસિંગ બની રહ્યો છે. અને અંડરબ્રિજ બનાવવા માટેની ડીઝાઈન બહાર પાડતાં ક્રોસિંગનાં પૂર્વ ૨૧૪.૨ મીટર તેમજ પશ્રિમ ૨૦૨-૩ મીટર અંડર બ્રિજ બનાવાશે. અને પહોળાઈ ૧૦.૪૬ મીટર બન્ને તરફ ૩ મીટર સર્વિસ રોડ બતાવેલ છે. અંડર બ્રિજ શરૂઆત બિંદુ અંતિમ બિંદુના વચ્ચે ઊના શહેરના મુખ્ય તળાવના પાણી નિકાલ કરે છે તે વરસાદી ખેતરાવ પાણી નિકાલ બંધ થઈ જાય તો ક્રોસિગના પૂર્વ આવેલા ૧૭૨.૬૦ મીટર દૂર આવેલા વર્ષો જુના પેટ્રોલ પંપ કે જ્યાંથી સમગ્ર તાલુકાને કેરોસીન પરમીટ પુરવઠો પૂરો પાડતા પંપોનાં વાહન વહેવાર તેમજ પી જી વી સી એલ, શહેરી વિસ્તાર, તાલુકા કચેરી, ડીવીઝનલ ઓફિસ, ધાર્મિક સ્થળો, અંધ અપંગ વિદ્યાલયો,  નાનાં મોટા વેપારીના ધંધા રોજગાર તેમજ કિંમતી રહેણાંકી આવાસો ધરાવતા સેંકડો પરીવારનો અવર જવર બંધ થઈ જાય તેનાં કારણે અનેક મુશ્કેલી ઊભી કરશે. અને શહેર માટે પ્રભાવિત બની જશે.

ભાવનગર નેશનલ હાઇવે ઊના શહેરમાં આવેલ હયાત રેલ્વે ક્રોસિંગ છે. તેને અંડર બ્રિજ બનાવવામાં આવશે તો ભવિષ્યમાં ભારે વરસાદના કારણે ગ્રામિણ ક્ષેત્રનાં વાડી વિસ્તારના ખેતરાઉ પાણી શહેરના વિવિધ વિસ્તારોના ચોમાસુ વરસાદી પાણી શહેરના મુખ્ય તળાવમાં ભરાય છે. તે પાણીથી અંડર બ્રિજના અંદર ભરાશે તેનાં કારણે અનેક વિસ્તારો પાણીમાં ડુબી જશે પારાવાહિક નુકસાન થશે ભંયકર આકસ્મિક ઘટના બનવાનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે..

અમદાવાદ એસ જી હાઈવે જેમ ઊના રેલ્વે ક્રોસિંગને બન્ને તરફ ૩ મીટર લાંબુ કરી દેવામાં આવે તો અંડર બ્રિજની કોઈ જરૂરિયાત ઊભી રહેતી નથી. અને રાજ્ય સરકારને પણ મોટા ખર્ચથી બચાવી શકાય રાજ્ય સરકાર સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ અંતર્ગત હયાત રેલ્વે ક્રોસિંગ ઉના શહેરમાં મોટા કરે તો ટ્રાફિક સમસ્યા પણ હલ કરી શકાય છે. આ બાબતે ગુજરાત સરકારને વેપારી અગ્રણીઓ અશોકભાઈ કોટેચા સહિતના વિશાળ લોકોએ રજુઆત કરી વર્તમાન પરિસ્થિતિ અને રેલ્વે ક્રોસિંગ અંડર બ્રિજ બનવાથી લોકોને પડનાર મુશ્કેલીનો ચિતાર રેલ્વે  કોંસિગ ડીઝાઈન બહાર પાડેલ તેની સાથે રજુઆત કરવામાં આવી છે…