Gandhinagar News/ HUDA મુદ્દે સંબંધિત ગામોના આગેવાનો-ગ્રામજનો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી બનાવવાના નિર્ણયને રાજ્ય સરકારે હાલ સ્થગિત કરવાનો લીધો નિર્ણય

Gujarat Gandhinagar
HUDA મુદ્દે સંબંધિત ગામોના આગેવાનો તથા ગ્રામજનો સાથે ગાંધીનગર ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી

Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ આજે નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી (HUDA) મુદ્દે સંબંધિત ગામોના આગેવાનો તથા ગ્રામજનો સાથે ગાંધીનગર ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં રચાયેલી કમિટીના સભ્યો મંત્રી  ઋષિકેશ પટેલ,  અર્જુન મોઢવાડીયા, ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા ઉપસ્થિત રહ્યા હતા.

HUDA મુદ્દે રજૂઆત માટે આવેલા આગેવાનો તથા ગ્રામજનોના તમામ મુદ્દાઓ કાળજીપૂર્વક સાંભળીને રાજ્ય સરકારે હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી બનાવવાના નિર્ણયને હાલ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: 11 ગામોના ખેડૂતોનો HUDA વિરોધ: 7 હજાર કાર્યકર્તાઓ રાજીનામું આપશે

આ પણ વાંચો: હિંમતનગરમાં હુડા વિરુદ્ધ ઉગ્ર વિરોધ, વેપારીઓથી સહકારી સંસ્થાઓ સુધી સજ્જડ બંધ

આ પણ વાંચો: હુડાને લઈને હવે શહીદ ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદના માર્ગે ચાલવાનો નિર્ણય