Gandhinagar News/ જૂનાગઢ ભવનાથ મહાશિવરાત્રિ મેળાના આયોજન સંદર્ભે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

સાધુ સંતો, પ્રવાસન વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ જૂનાગઢ વહીવટી તંત્ર સાથે બેઠક યોજીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું

Gujarat Gandhinagar
મહાશિવરાત્રિ મેળાના આયોજન અનુસંધાને આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

Gandhinagar News : આગામી મહાશિવરાત્રિ પર્વ અંતર્ગત જૂનાગઢ ભવનાથ મહાશિવરાત્રિ મેળાના આયોજન અનુસંધાને આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

સંતોની રવેડી લાઇવ સ્ટ્રીમિંગ અને શાહી સ્નાન,સાધુ સંતોના દર્શનની વ્યવસ્થા ઉપરાંત સમગ્ર મેળા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા, ફ્રી પાર્કિંગ વ્યવસ્થા, સુરક્ષા વ્યવસ્થા, યોગ્ય મેડિકલ સુવિધા, ફૂડ ચેકીંગ વ્યવસ્થા, સ્વચ્છતા, પબ્લિક ટ્રાન્સપોર્ટેશન માટે સુદ્રઢ વ્યવસ્થા કરવા તેમજ શહેરના મહત્વના સ્થળો પર સુશોભન વ્યવસ્થા, ભોજન પ્રસાદ, ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતની તમામ બાબતો પર બારીકાઈથી ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, પદાધિકારીઓ, સાધુ સંતઓ, પ્રવાસન વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો :મહાશિવરાત્રિના પાવન પર્વે સોમનાથ, ભવનાથ મહાદેવ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર

આ પણ વાંચો : જૂનાગઢમાં આજથી શિવરાત્રિના મેળાનો વિધિવત્ પ્રારંભ

આ પણ વાંચો : મહાશિવરાત્રિના મેળામાં પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ સાથે ન લાવવા વહીવટી તંત્રનો ભક્તોને અનુરોધ