દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો પૂર્વે પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી ચૂંક્યો છે. ત્યારે સમગ્ર વિસ્તારમાં પાણીજન્ય રોગની ચપેટ વધી રહી છે. દરમિયાન નવસારીનાં સદલાવ ગામમાં દુષિત પાણીને લઈને અત્યાર સુધીમાં બે વ્યક્તિઓનાં મોત થયા હતા. જેથી સફાળા જાગેલા તંત્ર દ્વારા સદલાવને કોલેરા ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત નજીકમાં આવેલા મુનસાડ, ખડસુપા, સરપોર, પારડી ગામને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરવામાં આવ્યાં છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
