Gujarat News/ ગુજરાત પોલીસ ભરતીમાં મોટું અપડેટ! 12,733 જગ્યાઓ માટે 18,322 ઉમેદવારો DV માટે પસંદ, કટ-ઓફ જાહેર

ગુજરાત પોલીસ ભરતી (Gujarat Police Recruitment)માં 12,733 જગ્યાઓ માટે 18,322 ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી થશે. બોર્ડે પુરુષ અને મહિલા ઉમેદવારોના કેટેગરીવાર રિવાઇઝ્ડ કટ-ઓફ માર્ક્સ કર્યા જાહેર.

Gujarat Gandhinagar Breaking News
Gujarat Police Recruitment

Gujarat News: 12,733 જગ્યાઓ માટે ચાલી રહેલી લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયામાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડે દસ્તાવેજ ચકાસણી માટે પ્રથમ તબક્કામાં 18,322 ઉમેદવારોની પસંદગી કરી છે. બોર્ડે પુરુષ અને મહિલા ઉમેદવારો માટે કેટેગરીવાર રિવાઇઝ્ડ કટ-ઓફ માર્ક્સ પણ જાહેર કર્યા છે.

Gujarat Police Recruitment: 18,322 ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી

ગુજરાત પોલીસ ભરતી (Gujarat Police Bharti) બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની ભરતી (Gujarat Police Lokrakshak)પ્રક્રિયામાં મહત્વપૂર્ણ અપડેટ જાહેર કરવામાં આવ્યું છે. કુલ 12,733 જગ્યાઓ માટે હાથ ધરાયેલી ભરતીમાં પ્રથમ તબક્કામાં 18,322 ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી (Document Verification) માટે પસંદ કરવામાં આવ્યા છે. બોર્ડના જણાવ્યા અનુસાર, જરૂર જણાશે તો આગામી તબક્કામાં વધુ ઉમેદવારોને પણ દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવી શકે છે. ભરતી પ્રક્રિયામાં આગળ વધેલા ઉમેદવારો માટે હવે દસ્તાવેજ ચકાસણી મહત્વનો તબક્કો બન્યો છે. બોર્ડ દ્વારા પસંદગી પામેલા ઉમેદવારોની યાદી પણ જાહેર કરવામાં આવી છે.

6.36 લાખ ઉમેદવારમાંથી 2.63 લાખ ઉમેદવારો પાસ

લોકરક્ષક કેડરની ભરતી માટે યોજાયેલી શારીરિક કસોટીમાં કુલ 6,36,000 ઉમેદવારોએ ભાગ લીધો હતો. તેમાંથી 2,63,345 ઉમેદવારો શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયા હતા. ત્યારબાદ લાયક ઉમેદવારો માટે 14 જૂન 2026ના રોજ લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા યોજવામાં આવી હતી. લેખિત પરીક્ષામાં Part A અને Part B બંનેમાં મળીને કુલ 39,225 ઉમેદવારો ક્વોલિફાઇડ થયા હતા. હવે તેમાંથી પ્રથમ તબક્કામાં 18,322 ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે પસંદ કરવામાં આવ્યા છે.

પુરુષ ઉમેદવારો માટે કેટેગરીવાર કટ-ઓફ

દસ્તાવેજ ચકાસણી માટે પુરુષ ઉમેદવારોના રિવાઇઝ્ડ કટ-ઓફ માર્ક્સ પણ જાહેર કરવામાં આવ્યા છે. જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે સૌથી વધુ 125 માર્ક્સનો કટ-ઓફ નક્કી થયો છે.

જનરલ: 125 માર્ક્સ

EWS: 114.50 માર્ક્સ

SEBC: 119.25 માર્ક્સ

SC: 113.75 માર્ક્સ

ST: 95.75 માર્ક્સ

આ માર્ક્સના આધારે સંબંધિત કેટેગરીના ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે પસંદ કરવામાં આવ્યા છે.

મહિલા ઉમેદવારો માટે પણ રિવાઇઝ્ડ કટ-ઓફ જાહેર

મહિલા ઉમેદવારો માટે પણ કેટેગરી પ્રમાણે રિવાઇઝ્ડ કટ-ઓફ જાહેર (Cut-off announced)કરવામાં આવ્યો છે. જનરલ મહિલા ઉમેદવારો માટે કટ-ઓફ 104.75 માર્ક્સ, જ્યારે EWS માટે 80.50 માર્ક્સ રાખવામાં આવ્યો છે.

જનરલ: 104.75 માર્ક્સ

EWS: 80.50 માર્ક્સ

SEBC: 98.50 માર્ક્સ

SC: 94.50 માર્ક્સ

ST: 84.50 માર્ક્સ

દસ્તાવેજ ચકાસણીનું સ્થળ અને તારીખ અંગેની વિગતવાર માહિતી ભરતી બોર્ડ દ્વારા હવે પછી જાહેર કરવામાં આવશે. ઉમેદવારોએ અધિકૃત સૂચનાઓ પર નજર રાખવાની રહેશે. પસંદ થયેલા ઉમેદવારોની યાદી અને અન્ય માહિતી ગુજરાત પોલીસ ભરતી બોર્ડની અધિકૃત વેબસાઇટ પર ઉપલબ્ધ છે.


આ પણ વાંચો: GPSC ભરતી પ્રક્રિયા પર ફરી સવાલો, OBC ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં ઓછા માર્ક્સ અપાતા હોવાનો આક્ષેપ
આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી વિવાદ: પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના સમયના તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ, લાગવગથી કર્મચારીઓને લગાવ્યા નોકરીમાં, ABVPનો ઉગ્ર વિરોધ
આ પણ વાંચો: 26 જુલાઈની વર્ગ-1 અને વર્ગ-2ની 34 ભરતી પરીક્ષાઓ મુલતવી, 48 હજાર ઉમેદવારોને મોટી રાહત