Not Set/ દહેજ ઉત્પીડન મામલે સુપ્રીમ કોર્ટે આપ્યો ચુકાદો, કહ્યું, પતિની થઇ શકે છે તરત જ ધરપકડ

નવી દિલ્હી, દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી સ્ત્રી પર થતા દહેજ ઉત્પીડનના મામલામાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. શુક્રવારે દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા પોતાના જ નિર્ણયને બદલતા હવે દહેજ ઉત્પીડનના મામલે આરોપી પતિની તરત જ ધરપકડ કરવા માટેનો રસ્તો સાફ થયો છે. શુક્રવારે દહેજ ઉત્પીડનના મામલે હાથ ધરાયેલી સુનાવણી બાદ કોર્ટે જણાવ્યું, “ફરિયાદોના ઉકેલ માટે પરિવાર કલ્યાણ […]

Top Stories India Trending

નવી દિલ્હી,

દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી સ્ત્રી પર થતા દહેજ ઉત્પીડનના મામલામાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. શુક્રવારે દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા પોતાના જ નિર્ણયને બદલતા હવે દહેજ ઉત્પીડનના મામલે આરોપી પતિની તરત જ ધરપકડ કરવા માટેનો રસ્તો સાફ થયો છે.

શુક્રવારે દહેજ ઉત્પીડનના મામલે હાથ ધરાયેલી સુનાવણી બાદ કોર્ટે જણાવ્યું, “ફરિયાદોના ઉકેલ માટે પરિવાર કલ્યાણ કમિટીની કોઈ જરૂરત નથી”.

સુપ્રીમ કોર્ટ દ્વારા વધુમાં કહેવામાં આવ્યું, “પીડિત મહિલાની સુરક્ષા માટે આ નિર્ણય લેવો ખુબ જરૂરી છે. જો કે માટે કોર્ટ દ્વારા આ મામલે આરોપીઓ માટે અગ્રિમ જમાનતનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે.

ગત વર્ષે દહેજ ઉત્પીડન કોર્ટે પોતાનો નિર્ણય રાખ્યો હતો સુરક્ષિત 

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ૨૭ જુલાઈના રોજ બે જજોની બેન્ચે પોતાના નિર્ણયમાં જણાવ્યું હતું કે, IPCની ધારા ૪૯૮ હેઠળ એટલે કે દહેજ ઉત્પીડનના મામલામાં આરોપીની ધરપકડ સીધી જ રીતે થઇ શકતી નથી.

જો કે ત્યારબાદ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની નેતૃત્વ હેઠળની ત્રણ જજોની બેન્ચે આ મામલે આપવામાં આવેલા નિર્ણયમાં જે પતિઓને સેફગાર્ડ આપવામાં આવે છે તેનાથી તેઓ સહમત નથી.

ત્યારબાદ બે જજોની બેન્ચના નિર્ણયને ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની બેન્ચે બીજીવાર વિચાર કરવા માટે નિર્ણય કર્યો હતો અને સુનાવણી બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

દહેજ ઉત્પીડન મ્મલે બે જજો દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈન્સ :

આ મામલે ન્યાય પ્રશાસને સિવિલ સોસાયટી સાથે સહયોગ લેવો જોઈએ.

દેશભરના તમામ જિલ્લાઓમાં પરિવાર કલ્યાણ સમિતિ બનાવવામાં આવે અને આ સમિતિ જિલ્લાલીગલ સર્વિસ ઓથોરિટી બનાવે.

આ સમિતિમાં લીગલ સ્વયંસેવક, સામાજિક કાર્યકર્તાઓ અને રિટાયર્ડ વ્યક્તિ હોય.

જે પણ કેસ પોલીસ અથવા તો મેજિસ્ટ્રેટ સામે આવશે, તેને સમિતિને મોકલવામાં આવશે.

એક મહિનામાં સમિતિ પોતાનો રિપોર્ટ આપશે અને આ રિપોર્ટ પર મેજિસ્ટ્રેટ વિચાર કરશે. ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

જ્યાં સુધી રિપોર્ટ નહિ આવે ત્યાં સુધી કોઈ પણ આરોપીની ધરપકડ થશે નહિ.

જયારે આ મામલામાં અંતિમ સંમતિ બની જાય તો જિલ્લા જજ દ્વારા નિયુક્ત મેજિસ્ટ્રેટ મામલાને નિપટાવશે અને ત્યારબાદ હાઈકોર્ટમાં મોકલવામાં આવે જેથી દહેજ ઉત્પીડનનો કેસ બંધ કરી શકાય.