Gujarat News/ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ 2 તબક્કામાં યોજાશે, જાણો મતદાન અને પરિણામની સંભવિત તારીખો

Gujarat Mahanagarpalika Election: ગુજરાતમાં 15 મહાનગરપાલિકા, 83 નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણીઓનું બ્યુગલ ફૂંકાયું. 27% OBC અનામત સાથે એપ્રિલ-મે મહિનામાં મતદાનની સંભાવના.

Gujarat Top Stories Others
Gujarat Local Body Election Dates 2026

Gujarat Local Body Election Dates 2026: લોકસભા અને વિધાનસભા બાદ હવે ગુજરાતમાં ‘મિની વિધાનસભા’ ગણાતી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. રાજ્ય ચૂંટણી પંચ અને સરકાર દ્વારા વહીવટી પ્રક્રિયાઓ તેજ કરી દેવામાં આવી છે. આ વખતે 6 જૂની અને 9 નવી મહાનગરપાલિકાઓ સહિત હજારો બેઠકો પર જંગ ખેલાવાનો છે, જેને લઈને ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ પોતાની રણનીતિ અને ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

ક્યારે જાહેર થશે તારીખો? (સંભવિત કાર્યક્રમ)

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, માર્ચ મહિનાના અંતમાં ચૂંટણી પંચ દ્વારા વિધિવત રીતે તારીખોની જાહેરાત કરવામાં આવી શકે છે અને આ વખતે ચૂંટણી બે તબક્કામાં યોજાવાની પ્રબળ શક્યતા છે. સંભવિત કાર્યક્રમ મુજબ, 26 માર્ચ વચ્ચે ચૂંટણીની જાહેરાત થઈ શકે છે, ત્યારબાદ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ માટે પ્રથમ તબક્કાનું મતદાન 30 એપ્રિલના રોજ, જ્યારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો માટે બીજા તબક્કાનું મતદાન 3 મેના રોજ યોજાય તેવી સંભાવના છે, અને અંતે 5 મેના રોજ મતગણતરી હાથ ધરી પરિણામ જાહેર કરવામાં આવી શકે છે.

Gujarat Local Body Election Dates 2026

કેટલી સંસ્થાઓમાં યોજાશે Election ?

આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી વ્યાપની દ્રષ્ટિએ ખૂબ મોટી છે, જેમાં હાલની 6 અને નવી બનેલી 9 મળીને કુલ 15 મહાનગરપાલિકા, 83 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 262 તાલુકા પંચાયતોની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે.

27% OBC અનામત બદલશે રાજકીય સમીકરણો!

આ વખતની ચૂંટણીની સૌથી મોટી હાઇલાઇટ 27 ટકા OBC (બક્ષીપંચ) અનામત છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે આ નવો કાયદો અમલમાં મૂક્યો છે. આ નવા અનામત રોસ્ટરના કારણે અનેક જૂના જોગીઓની ટિકિટો કપાશે અને નવા ચહેરાઓને તક મળશે. ઓબીસી ફેક્ટરને ધ્યાનમાં રાખીને જ ભાજપ અને કોંગ્રેસ પોતાના સંગઠનાત્મક સમીકરણો ગોઠવી રહ્યા છે.

ટૂંક સમયમાં જ ચૂંટણી પંચ દ્વારા આદર્શ આચારસંહિતા (Code of Conduct) લાગુ થઈ શકે છે. ગુજરાતની જનતા હવે પોતાના સ્થાનિક નેતાઓને ચૂંટવા માટે તૈયાર છે.


આ પણ વાંચો : સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની નવી રણનીતિ , 50 % બેઠકો પર નવા ચહેરાને તક આપશે

આ પણ વાંચો : ભાજપના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર 2027ની વિધાનસભા ચૂંટણી નહીં લડે

આ પણ વાંચો : મહાનગરપાલિકાની ચૂંટણી માટે 250થી વધુ અધિકારીઓની નિમણૂક, રાજ્ય ચૂંટણી પંચે જાહેર કર્યું લિસ્ટ