Gandhinagar News: ગુજરાતના વર્તમાન વિજિલન્સ કમિશ્નર સંગીતાસિંઘ ઓક્ટોબરમાં નિવૃત્ત થવાના છે. રાજ્ય સરકારે હવે તેમના અનુગામીની શોધ આરંભી દીધી છે. સંગીતાસિંઘ અગાઉ ગૃહ વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા. તેઓ સરકારની ગુડબૂકમાં હોવાથી તેમની નિવૃત્તિના દિવસે જ 31મી ઓક્ટોબર 2020માં વિજિલન્સ કમિશ્નર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેઓ 1986ની બેચના IAS અધિકારી છે. તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ 31મી ઓક્ટોબર 2025ના રોજ પૂરો થશે.
આ ઉપરાંત મહત્વની વાત એ છે કે તેમના પતિ સંજયપ્રસાદ પણ સરકારની ગુડબુકમાં છે. આના કારણે તેઓ પણ નિમણૂક થયા ત્યારે તેમની સ્ટેટ ઇલેકશન કમિશ્નર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ હોદ્દા પરથી તેઓ નિવૃત્ત થયા પછી ડો. મુરલીક્રિશ્નાની નિમણૂક કરવામાં આવી છે.
આ અંગે સરકાર હમણાં જ નિવૃત્ત થનારા 1990ની બેચના જીએડી પૂર્વ એડિશનલ ચીફ સેક્રેટરી કમલ દાયાણીના નામ પર વિચારી રહી છે. આ ઉપરાંત રાજ્યના ભૂતપૂર્વ ચીફ સેક્રેટરી અને 1987ની બેચના રાજકુમાર અને આદિવાસી વિકાસ વિભાગના 1991ની બેચના IAS અધિકારી જગદીશપ્રસાદ ગુપ્તાને પણ સંભવિત દાવેદાર તરીકે જોઈ રહી છે.
હવે સરકાર આમાંથી પસંદગીનો કળશ કોના પર ઢોળે છે તે જોવાનું રહેશે. જો કે સરકારની સરપ્રાઇઝ આપવાની આદત પણ ધ્યાનમાં રાખવી જોઈએ. તેથી કોઈ નવું જ નામ આવે તો આશ્ચર્ય નહીં થાય. સરકાર હવે કયો વિકલ્પ અજમાવે છે તે જોવાનું રહેશે.
આ પણ વાંચો: Gandhinagar News/કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગર ખાતેથી વિવિધ સુરક્ષાલક્ષી પ્રકલ્પોનો શુભારંભ
આ પણ વાંચો: Gandhinagar News/ભાજપના ક્ષત્રિય આગેવાન જયરાજસિંહ અને માણસાના રાજવી યોગરાજસિંહ જાહેર કાર્યક્રમમાં બાખડ્યા
આ પણ વાંચો: Gandhinagar News/આમ આદમી પાર્ટીના ગાંધીનગર પ્રભારીનું રાજીનામુ
