Ahmedabad News/ અમદાવાદમાં હેરિટેજ દીવાલ તોડી પડાઈ, પરંતુ મ્યુનિ. કમિશ્નર જ અજાણ! 3 અધિકારીઓને પાઠવી નોટિસ

બસસ્ટેન્ડ પાસે આવેલી વર્ષો જૂની દીવાલ તોડી પડાતાં મ્યુનિ. કમિશ્નરે ડેપ્યુટી કમિશ્નરને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: ભારતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીનો (World Heritage City) દરજ્જો અમદાવાદને (Ahmedabad) આપવામાં આવ્યો છે. પરંતુ બિરૂદ જાળવવામાં શહેર કોર્પોરેશન નિષ્ફળ નિવડ્યું હોવાનું સામે આવતા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. ગીતામંદિર બસસ્ટેન્ડ પાસે આવેલી વર્ષો જૂની દીવાલ તોડી પડાતાં મ્યુનિ. કમિશ્નરે ડેપ્યુટી કમિશ્નરને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેર મધ્ય ઝોનમાં આવેલા ગીતામંદિર (Gitamandir) પાસેના એસટી સ્ટેન્ડનું (S.T.Stand) કરોડોના ખર્ચે નવીનીકરણ કરાયું ત્યારબાદ કોન્ટ્રાક્ટરને ગીતામંદિરથી આસ્ટોડિયા દરવાજા-કાલુપુર તરફ જવાના રોડ પરના બસ સ્ટેન્ડનું પણ નવીનીકરણ કરવાનો પ્રોજેક્ટ સોંપવામાં આવ્યો હતો. મહત્વનું છે કે બસ સ્ટેન્ડની પાછળની બાજુએ જૂની દીવાલને હેરિટેજમાં (Heritage Wall) સમાવી શકાય તે પ્રકારની હતી. અહીં એએમસીએ (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) આશાભીલનાં નામે બગીચાનું નિર્માણ કર્યુ હતું. નવું બસ સ્ટેન્ડ બનાવવા અહીં પાયા ખોદતી વખતે વાવ કે પાણીના ટાંકા જેવું બાંધકામ મળી આવ્યું હતું.

જેથી આ મામલે હેરિટેજ ખાતાના અધિકારીઓએ પણ તપાસ કરી હતી તેમ જાણવા મળ્યું હતું. ત્યારે હવે મ્યુનિ. વિપક્ષના કોંગ્રેસના નેતાએ સ્થળ પર મુલાકાત લઈ તંત્ર દ્વારા 200 વર્ષ જૂની હેરિટેજ દીવાલને તોડી પાડવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે, તેમને લડત ચાલુ રાખી નહોતી. તો સાથે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે એસ.ટી. સ્ટેશનના કોન્ટ્રાક્ટરને લાભ કરાવવાના હેતુથી પ્રાચીન દીવાલને તોડી પાડવામાં આવી હતી.

અનુસંધાને અમદાવાદ મ્યુનિ. કમિશ્નરે રમ્યકુમાર ભટ્ટ, મિલન શાહ અને ચિંતન એન્જીનિયરને નોટિસ પાઠવી હતી. નોટિસમાં જણાવ્યું હતું કે 1 સપ્ટે્મ્બર, 2024ના રોજ દીવાલ તોડી પાડવામાં આવી હતી તેનો ખુલાસો કરવાનું કહ્યું છે. આ અંગે વિજિલન્સ તપાસ પણ સોંપવામાં આવી હતી, તો સામે આવ્યું કે મ્યુનિસિપલ કમિશ્નરને કોઈ જાણ કરાઈ નથી. ગેરશિસ્ત આચરતા ત્રણેય અધિકારી વિરૂદ્ધ ખાતાકીય તપાસ જીપીએમસી એક્ટ કલમ 56 બાબતે શિક્ષાત્મક કાર્યવાહી કેમ ન કરવી તેનો ખુલાસો માગ્યો છે. તો મળતી માહિતી મુજબ અધિકારીઓએ જવાબ આપી દીધો છે.

એવું પણ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે આ દીવાલ કોટ વિસ્તારની બહાર આવતી હોવાથી મ્યુનિ.થી કેન્દ્રના હેરિટેજ વિભાગમાં તેને સ્થાન આપવામાં આવ્યું નથી. જેથી તેનું પુન:સ્થાપન કરવામાં તંત્રએ રસ દાખવ્યો નહીં. માહિતી પ્રમાણે કોઈ જાનહાનિ ન સર્ઝાય તે હેતુથી દીવાલ તોડી પાડવાનું કાર્ય કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ટાઈમ મેગેઝિનના ગ્રેટેસ્ટ પ્લેસમાં હેરિટેજ સિટી અમદાવાદનો સમાવેશ,જાણો

આ પણ વાંચો:વર્લ્ડ હેરિટેજ સ્મારક સિદી સૈયદની જાળીના વિકાસ માટે 2 કરોડ ખર્ચવામાં આવશે,જાણો

આ પણ વાંચો:વડનગર વિરાસતને લેન્ડ માર્ક હેરિટેજ-ટુરિઝમ ડેસ્ટિનેશન બનાવવાનો રાજ્ય સરકારનો નિર્ધાર