Ahmedabad News/ પ્રી-સ્કૂલ મુદ્દે સરકારને હાઇકોર્ટે ઝાટકી, સત્તાનો દૂરુપયોગ ન કરો

ગુજરાત હાઇકોર્ટે સરકારને પ્રી-સ્કૂલ મુદ્દે ફરીથી ઝાટકી છે. ફાયર સેફ્ટીને લઈને પ્રીસ્કૂલો બંધ કરાવવામાં આવતા હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી.

Gujarat Ahmedabad Breaking News

Ahmedabad News: ગુજરાત હાઇકોર્ટે સરકારને પ્રી-સ્કૂલ મુદ્દે ફરીથી ઝાટકી છે. ફાયર સેફ્ટીને લઈને પ્રીસ્કૂલો બંધ કરાવવામાં આવતા હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જજ સુનિતા અગ્રવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ કાર્યવાહી શરૂ થતાં ચીફ જજે સરકારી વકીલને જણાવ્યું હતું કે એક સમાચાર એકમના અહેવાલ મુજબ ફાયર સેફ્ટી ન હોવાથી ઓથોરિટીએ પ્રી-સ્કૂલ બંધ કરાવી દીધી છે. હવે તમને સ્કૂલની ફાયર સેફ્ટીની ચકાસણી કરવા જણાવાયું હતું નહીં કે તેને બંધ કરાવવાનો આદેશ આપવા જણાવાયું હતું

આ શાળાને કોઈ નોટિસ સમય આપવામાં આવ્યો નથી. સરકારે ફાયર સેફ્ટીના અમલ માટે કોઈ યોગ્ય જાહેરનામું કે સૂચનાઓ બહાર પાડી નથી. કોર્ટે તમને સ્કૂલોમાં ફાયર સેફ્ટી ચેક કરવા નિર્દેશ આપ્યા છે. પરંતુ ઓથોરિટી પાવરનો વધુ પડતો ઉપયોગ કરે નહિ. હાઇકોર્ટે ઓર્ડર કર્યો તો તુરંત અતિ કડક પગલાં ભરવા મંડ્યા છો. કોર્ટે તમને સ્કૂલો બંધ કરવા નહીં, ફાયર સેફ્ટીના અમલીકરણ કરવા કહ્યું છે. ત્યાર બાદ એડવોકેટ જનરલે કોર્ટમાં ઉપસ્થિત થઈને કહ્યું કે કોઈ સ્કૂલ બંધ કરાવવામાં આવી નથી.

એક સમયગાળામાં શાળાઓમાં ફાયર સેફ્ટી મુદ્દે તપાસ કરી અહેવાલ સુપરત કરવા જણાવ્યું છે, પણ તેના ઓથા હેઠળ સ્કૂલ સીલ કરવાનાં પગલાં લેવાય નહિ. સ્કૂલોને ફાયર સેફ્ટી અંગે યોગ્ય સૂચનાઓ આપો. પ્રી-સ્કૂલ દિવસે ચાલતી હોય છે. આ નાનાં બાળકોનાં માતા-પિતા નોકરિયાત હોય છે. આ સ્કૂલો રહેણાક મકાનમાં ચાલતી હોય છે. તમે ત્યાં ફાયર સેફ્ટીનાં પગલાં લો, પણ વધુ પડતી કાર્યવાહી યોગ્ય નથી. કોર્ટના આદેશ છે એટલે અમે આવું કરીએ છીએ તેમ ના કહો.

તમે સ્કૂલને  પાણી સંગ્રહ કરવા જણાવો છો. તેની ટાંકી ક્યાં મૂકશે? આવા આદેશ કરતા પહેલાં સંસ્થાનો પ્રકાર તો જુઓ કે તે પ્રી-સ્કૂલ છે. પ્રી-સ્કૂલમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ચારથી પાંચ રૂમ હોય છે. આ અંગે એડવોકેટ જનરલને જાણ કરવામાં આવે. કોર્ટ આ અંગે સુઓમોટો અરજી લેવાનું વિચારતી હતી, પણ અત્યારે તેમ કરતી નથી. હાઈકોર્ટના આદેશના ઓથા હેઠળ આવી રીતે કાર્યવાહી કરવામાં આવે નહીં. તમે બાળકોને ભણવાની સ્કૂલો બંધ ના કરાવી શકો. સ્કૂલોને ટાઈમ આપીને ફાયર સેફ્ટીના નિયમો પાળવા જણાવો. અગાઉ અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગની ઘટના બાદ કોર્ટે નિર્દેશ આપ્યા હતા. આ કિસ્સામાં તો તમે વર્ષોથી કશું કર્યું નથી. પછી અચાનક જ પ્રી-સ્કૂલ પર કેમ ધડબડાટી બોલાવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મુંબઈથી ઈરાન મોકલવામાં આવેલા પાર્સલમાં ડ્રગ્સ હોવાનું કહીને 9.76 લાખની છેતરપિંડી

આ પણ વાંચો: બનાસ ડેરી રૂ. 250 કરોડના ખર્ચે પાંચ બાયો CNG પ્લાન્ટ સ્થાપશે

આ પણ વાંચો: ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસના કેસોમાં ઉછાળો, એક જ દિવસમાં 14 કેસ વધ્યા

આ પણ વાંચો: ચાંદીપુરા વાઇરસને લઈ કેન્દ્રના નિષ્ણાતોની ટીમના ગુજરાતમાં ધામા