- ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર
- વિધાનસભામાં વિપક્ષ નેતાનાં નામની જાહેરાત
- વિપક્ષ નેતા તરીકે અમિત ચાવડાની નિમણૂક
- શૈલેષ પરમારને વિપક્ષના ઉપનેતા બનાવાયા
Leader of Opposition in Gujarat ગુજરાતના રાજકારમમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.ગુજરાતમાં કોંગ્રેસની કારમી હાર બાદ વિરોધ પક્ષના નેતાની નિમણૂક કરવામાં આવી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાને વિપક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે, જયારે દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારની વરણી કરવામાં આવી છે. કોંગ્રેસનો કારમો પરાજય થયા કોંગ્રેસના હાઇકમાન્ડ સહિત દિગ્ગજ નેતાઓએ હાર અંગે મંથન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે ગુજરાત કોંગ્રસમાં (Leader of Opposition in Gujarat) હાલમાં પણ જૂથવાદ અને આંતકિક વિખવાદ જોવા મળી રહ્યો છે, વિરોધ પક્ષના નેતાની જાહેરાતમાં પણ લાંબા સમય બાદ આજે જાહેરાત કરી હતી.કોંગ્ર્સમાં હાલ રાજ્યમાં સંગઠન મજબૂત કરવાની કવાયત કોંગ્રેસ હાથ ધરી છે
રાજ્યના વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત થઇ હતી ,જ્યારે કોંગ્રસ સહિત તમામ રાજકિય પક્ષોના સુપડા સાફ થઇ ગયા હતા,બે તબ્બકામાં યોજાયેલી ચૂંટણીમાં હાઇએસ્ટ 52 ટકા મત મેળવીને વિક્રમ સર્જોયો હતો. ભારતીય જનતા પક્ષે 156 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો હતો. કોંગ્રેસના મુખ્યમંત્રી માધવ સિહે સોલંકીનો 149 બેઠક જીતવાનો રેકોર્ડ પણ ભારતીય જનતા પાર્ટીએ આ વખતે તોડિ નાંખ્યો હતો.
