Not Set/ ભારતે PM ઇમરાનને લીધા આડે હાથ, કહ્યું – દુનિયા પાકિસ્તાનનાં બેવડા ધોરણોને જાણી ગઇ છે

પાકિસ્તાને આડે હાથ લેતા ભારતે ગુરુવારે કહ્યું કે વિશ્વ તેના બેવડા વલણને સમજે છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાને કાશ્મીરમાં ભયભીત સ્થિતિનું નિર્માણ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ નિષ્ફળ ગયો.  આ સિવાય ભારતે ફરી એકવાર સ્પષ્ટતા કરી કે કાશ્મીર મામલે કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા આવકાર્ય નથી અને વાતચીત માટે યોગ્ય વાતાવરણ બનાવવાની પાકિસ્તાનની જવાબદારી છે. […]

Top Stories India

પાકિસ્તાને આડે હાથ લેતા ભારતે ગુરુવારે કહ્યું કે વિશ્વ તેના બેવડા વલણને સમજે છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાને કાશ્મીરમાં ભયભીત સ્થિતિનું નિર્માણ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ નિષ્ફળ ગયો. 

આ સિવાય ભારતે ફરી એકવાર સ્પષ્ટતા કરી કે કાશ્મીર મામલે કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા આવકાર્ય નથી અને વાતચીત માટે યોગ્ય વાતાવરણ બનાવવાની પાકિસ્તાનની જવાબદારી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે પત્રકારોને કહ્યું, ‘કાશ્મીર મુદ્દે અમારું વલણ સ્પષ્ટ અને સ્થિર છે. કાશ્મીર મામલે ત્રીજા પક્ષની કોઈ ભૂમિકા નથી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તાને ભારત અને પાકિસ્તાન વચ્ચેના વિવાદના સમાધાનમાં મદદ કરવા વિશે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે કાશ્મીર અંગે અમારું વલણ સ્પષ્ટ અને સ્થિર છે, કોઈ તૃતીય પક્ષની તેમાં ભૂમિકા નથી. અને જો કોઈ દ્વિપક્ષીય મુદ્દો આવે છે તો બંને દેશોએ દ્વિપક્ષીય રીતે સમાધાન કરવું જોઈએ જે સિમલા કરાર અને લાહોર ઘોષણા હેઠળ છે.

કુમારે કહ્યું, “આતંકવાદ, દુશ્મનાવટ અને હિંસાથી મુક્ત વાતચીત માટે યોગ્ય વાતાવરણ બનાવવાની પાકિસ્તાનની જવાબદારી છે.” તેમણે કહ્યું હતું કે માત્ર ત્યારે જ બંને દેશો વચ્ચે કોઈ સાર્થક વાતચીત થઈ શકે છે. 

નોંધપાત્ર વાત એ છે કે દાવોસમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે કાશ્મીરના મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચેના વિકાસ પર  વોશિંગ્ટન નજીકથી નજર રાખી રહ્યું છે. બંને પાડોશી દેશો વચ્ચેના વિવાદના સમાધાન માટે મદદ માટે તેમણે અહીં ફરી એકવાર પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન સાથેની બેઠકમાં વાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.