ભારતીય ઇક્વિટી માર્કેટ પોતાની બેન્ચ માર્ક હાઇએસ્ટ હાઇ પર ખુલ્યા બાદ ઓઇલ રિટેઇલરો અને ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાયનાન્સનાં શેરમાં પડતીનાં ટ્રેન્ડ સાથે શરૂઆતી વેપાર બાદ મદ પડ્યું હતું.
એસએન્ડપી – બીએસઈ સેન્સેક્સ 0.15 ટકા અથવા 65 પોઇન્ટ ઘટીને 39,381.60 થયો હતો, જ્યારે એનએસઈ નિફ્ટી 50 0.11 ટકા ઘટીને 11,783.65 થયો હતો. એનએસઈ નિફ્ટી 500 ઇન્ડેક્સ દ્વારા રજૂ કરાયેલ વ્યાપક બજાર સૂચક આંક ફ્લેટ જોવા મળ્યો. 
જો કે, બજારની વોલેટાલીટી ખરીદદારોની તરફેણમાં નબળી જોવામા આવી હતી. અને બજારમાં આશરે 743 શેરોનાં ભાવમાં વધારો તો 712 શેરનાં ભાવોમાં નેશનલ સ્ટોક એક્સચેન્જમાં ઘટાડો નોંધાવામા આવી રહ્યો છે.
સાથે સાથ આપને તે પણ જણાવી દઇએ કે યુએસ ડોલર સામે ભારતીય રૂપિયામાં ઘટાડો થયો હતો, 0.1 ટકાનાં ઘટાડા સાથે ભારતીય રુપિયાનું મુલ્ય 69.41ની નીચી સપાટીએ પહોંચી ગયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
