Ahmedabad News : કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા તા.1.1.2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ(SIR) જાહેર કરાયો છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેર-જિલ્લાની 21 વિધાનસભા વિસ્તારોમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજીત કુમારના માર્ગદર્શનમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) કાર્યરત છે.
અમદાવાદ શહેર-જિલ્લામાં ૫૫૨૪ BLO દ્વારા ‘ડોર ટુ ડોર’ એન્યુમરેશન ફોર્મ વિતરણની કામગીરી તેમજ ફોર્મ ભરવા અંગે માર્ગદર્શન આપીને ફોર્મ ભરાવવાનું કાર્ય શરૂ પ્રગતિમાં છે. મતદાન મથકદીઠ નિયુક્ત કરેલા BLO દ્વારા તા. 4 ડિસેમ્બર સુધીમાં શહેર-જિલ્લાના 21 વિધાનસભા વિસ્તારના કુલ 62.59 લાખ મતદારો પાસે જઈને ફોર્મ વિતરણની કામગીરી પૂર્ણ કરાશે.
વધુમાં, મતદારો https://voters.eci.gov.in પર જઈને અગાઉના SIRના ડેટામાં પોતાનું નામ ચકાસી શકશે. મતદાર રજીસ્ટ્રેશન સબંધિત કોઈપણ માહિતી/માર્ગદર્શન માટે 1950 હેલ્પલાઇન નંબર પર કોલ કરી શકાશે.
મતદાર યાદીના ખાસ સઘન સુધારણા કાર્યક્રમ દરમિયાન મૃત્યુ, કાયમી સ્થળાંતરિત અને ડુપ્લિકેટ મતદારોને દૂર કરવામાં આવશે અને નવા લાયક મતદારોને ઉમેરવામાં આવશે. આ સમગ્ર કામગીરીમાં નાગરિકો પણ ઉત્સાહભેર સહયોગ આપીને મતદાર તરીકેની પોતાની ફરજ નિભાવી રહ્યા છે.
આ પણ વાંચો:મહેસાણાની ગણપત યુનિવર્સિટીમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ(VGRC) ઉત્તર ગુજરાતનું આયોજન કરાશે…
આ પણ વાંચો:VGRC – મહેસાણા ખાતે શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચે સુમેળ સાધવા માટે બે પેનલ ડિસ્કશનનું આયોજન…
