Gandhinagar News: ગુજરાતમાં SIR કામગીરી પૂરજોરમાં ચાલી રહી છે. સમગ્ર કામગીરીમાં જિલ્લા ચૂંટણી અધિકારીઓથી લઈને BLO સુધીના સ્તરે સુમેળ અને સહકાર જોવા મળી રહ્યો છે.
સમગ્ર ગુજરાત (Gujarat)માં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી રહી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 4 ડિસેમ્બર 2025 સુધી ચાલવાનો છે. હાલમાં આ ઝુંબેશમાં જોડાયેલા જિલ્લા ચૂંટણી અધિકારીઓ (District Election Officials, DEO)થી માંડીને ચૂંટણીતંત્રના સૈનિકો સમાન BLO સુધીનું સમગ્ર ચૂંટણીતંત્ર સુમેળ અને સહકારની ભાવના સાથે નાગરિકોને મદદરૂપ બનવા માટે પ્રયાસરત છે. રાજ્યભરના BLO ગણતરી ફોર્મના વિતરણ, ફોર્મ ભરવા તથા 2002ની યાદીમાંથી નામ શોધવામાં મદદ કરીને ફોર્મમાં ભરવાની થતી વિગતો બાબતે નાગરિકોને માર્ગદર્શન આપી રહ્યા છે.
Gujarat-SIR-DEO-BLO coordination-Camps ગુજરાત SIR કામગીરી પૂરજોરમાં.
રાજ્યના મતદારોને 2002ની મતદાર યાદીમાં તેમના નામો શોધવા માટે મદદ પણ મળી રહેશે
મતદારયાદી (Voter List)ની ખાસ સઘન સુધારણા ઝુંબેશમાં નાગરિકોને મદદરૂપ થવા માટે ખાસ કેમ્પનું પણ આયોજન કરવા પણ મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાએ સુચના આપી છે. જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં 15 અને 16 નવેમ્બર તથા 22 અને 23 નવેમ્બર, 2025ના રોજ ખાસ કેમ્પો યોજવામાં આવ્યા હતા. આ જ શૃંખલામાં હવે તા. 29 અને 30 નવેમ્બર 2025 એમ બે દિવસ માટે રાજ્યના તમામ 182 વિધાનસભા મતવિસ્તારોમાં તાલુકા સ્તરે કેમ્પ (Camp) યોજવા માટે મુખ્ય નિર્વાચન અધિકારીએ જિલ્લા ચૂંટણી અધિકારીઓને સુચના આપી છે. આવા કેમ્પમાં મામલતદાર, પ્રાંત કચેરીનો સ્ટાફ ઉપસ્થિત રહીને મતદારોને મદદ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના મતદારો પોતાના વિધાનસભા મતવિસ્તાર (Assembly Constituency)ની કચેરીએ ગણતરી ફોર્મ જમા કરાવી શકશે તથા 2002ની મતદાર યાદીમાં તેમના નામો શોધવા માટે મદદ પણ મળી રહેશે.
કેમ્પોમાં મહત્તમ લાભ મેળવીને ગણતરી ફોર્મ ભરીને સુપરત કરવા પણ નાગરિકોને અપીલ
મુખ્ય નિર્વાચન અધિકારીએ આ કેમ્પોમાં મહત્તમ લાભ મેળવીને ગણતરી ફોર્મ ભરીને સુપરત કરવા પણ નાગરિકોને અપીલ કરી છે. જેથી સમયમર્યાદામાં ગણતરી ફોર્મ જમા કરાવી નાગરિકો આગામી તા. 9 ડિસેમ્બર 2025 (9 December, 2025)ના રોજ જાહેર થનારી ડ્રાફ્ટ મતદાર યાદીમાં તેમનું નામ સુનિશ્ચિત કરાવી શકે.
મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ
“પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય, પાત્રતા ન ધરાવતો મતદાર સામેલ ન થાય”
આ પણ વાંચો: SIRની કામગીરીમાં હાજર ન થતા શિક્ષકો સામે ધરપકડ વોરંટ: રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની CMને ઉગ્ર રજૂઆત
આ પણ વાંચો: અમદાવાદમાં 62.59 લાખથી વધુ મતદારો માટે મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ (SIR) પ્રગતિમાં…
આ પણ વાંચો: ગુજરાતના SIRમાં 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મ મળશે
