Not Set/ અલ્પેશ કથીરીયાનો સણસણતો આરોપ, ભાજપ સરકારે હાર્દિક પટેલ સહિતના યુવાનો પર ખોટા કેસ કરીને ફસાવ્યા છે

અમારા પર ખોટા કેસો કરાયા-અલ્પેશ હાર્દિક પર સરકારે સકંજો કસ્યો-અલ્પેશ યુવાનો મહત્વનો રોલ ભજવશે-અલ્પેશ અમદાવાદના વસ્ત્રાલ ખાતે પાસ કન્વીનરોની આજે બેઠક મળી હતી.  આ બેઠકમાં હાર્દિક પટેલ ણે વારે વારે પડી રહેલી કાયદાકીય ગૂંચવણ અંગે સવિસ્તાર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારના રાજમાં યુવાનોને મુશ્કેલી પડી […]

Ahmedabad Gujarat
  • અમારા પર ખોટા કેસો કરાયા-અલ્પેશ
  • હાર્દિક પર સરકારે સકંજો કસ્યો-અલ્પેશ
  • યુવાનો મહત્વનો રોલ ભજવશે-અલ્પેશ

અમદાવાદના વસ્ત્રાલ ખાતે પાસ કન્વીનરોની આજે બેઠક મળી હતી.  આ બેઠકમાં હાર્દિક પટેલ ણે વારે વારે પડી રહેલી કાયદાકીય ગૂંચવણ અંગે સવિસ્તાર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારના રાજમાં યુવાનોને મુશ્કેલી પડી રહી છે. વધુમાં અલ્પેશ કથીરીયાએ કહ્યું કે ભાજપ સરકારે હાર્દિક પટેલ સહિતના યુવાનો પર ખોટા કેસ કરીને ફસાવ્યા છે.  સરકાર પર આરોપો ઘડતા અલ્પેશે કહ્યું છે કે, આગામી સમયમાં યુવાનો મહત્વનો રોલ ભજવશે. મિટિંગમા પાટીદાર યુવાનો પર કરવામા આવેલા ખોટા કેસોને લઈને પણ ચર્ચા કરવામાં આવી.

બેઠકમાં અલ્પેશ કથીરિયાએ કહ્યું કે આ મામલે જિલ્લા ભરમાં આવેદનો આપવામાં આવશે. સમાજના આગેવાનો જે પાટીદાર આંદોલન વખતે જે મધ્યથી બન્યા હતા તેમને મળીશું અને રજુઆત કરીશું. સાથે જ પાટીદારના બે સ્તંભ એવા ઉમિયાધામ અને ખોડલધામના અગ્રણીઓને મળીશું અને ત્યારબાદ આગામી રણનીતિ ઘડવામાં આવશે. તેમજ કેસો પરત નહીં ખેંચાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.