Not Set/ અમદાવાદ: વિક્રમ મીલ કંપાઉન્ડમાં ઝાડ ઉપર ગળેફાંસો લગાવેલી હાલતમાં મળ્યો મૃતદેહ

અમદાવાદ, અમદાવાદના સરસપુર વિક્રમ મીલ કંપાઉન્ડમાંથી મૃતદેહ મળ્યો હતો. મળતી માહિતી મુજબ આ શખ્સે ઝાડ ઉપર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. બીજીબાજુ પરિવારજનોએ હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. જેને પગલે પરિવારજનોએ મૃતદેહ નહીં સ્વીકારવાની ચીમકી પણ ઉચ્ચારી છે. ઉલ્લેખનીય છે કે વિક્રમ મીલ કંપાઉન્ડમાંથી મૃતદેહ મળતા સ્થાનિકોમાં ચકચાર મચી ગઇ હતી. આ ક્યા […]

Ahmedabad Gujarat Trending

અમદાવાદ,

અમદાવાદના સરસપુર વિક્રમ મીલ કંપાઉન્ડમાંથી મૃતદેહ મળ્યો હતો. મળતી માહિતી મુજબ આ શખ્સે ઝાડ ઉપર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. બીજીબાજુ પરિવારજનોએ હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. જેને પગલે પરિવારજનોએ મૃતદેહ નહીં સ્વીકારવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

ઉલ્લેખનીય છે કે વિક્રમ મીલ કંપાઉન્ડમાંથી મૃતદેહ મળતા સ્થાનિકોમાં ચકચાર મચી ગઇ હતી. આ ક્યા શખ્સની લાશ મળી છે? આ ખરેખર આત્મહત્યા છે કે હત્યાનું સડયંત્ર ? આવા અનેક સવાલો પોલીસ સામે ઉભા થઇ રહ્યા છે. આ સમગ્ર મામલે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી શોધખોળ શરૂ કરી છે.