Mehsana News: મહેસાણાની રાધનપુર ચોકડી પાસે 18 ફેબ્રુઆરીએ રાત્રે બનેલી ઘટનામાં શરૂઆતમાં જે ટ્રેલરની ટક્કરથી થયેલો અકસ્માત (Accident) માનવામાં આવી રહ્યો હતો, તે હવે આત્મહત્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. CCTV ફૂટેજે સમગ્ર કેસનો વળાંક બદલી નાખ્યો છે.
ઘટના કેવી રીતે બની હતી?
18 ફેબ્રુઆરીની રાત્રે લગભગ 10 વાગ્યે એક ભારેભરખમ ટ્રેલર મહેસાણા શહેરની રાધનપુર ચોકડીમાંથી પસાર થઈ રહ્યું હતું. એ સમયે રસ્તા પરથી પસાર થઈ રહેલા એક યુવકને ટ્રેલરના ટાયર નીચે આવી જવાથી મોત નિપજ્યું હતું. પ્રથમ નજરે આ અકસ્માત લાગતો હતો અને પોલીસ પણ ટ્રેલરચાલકની શોધમાં લાગી ગઈ હતી. પરંતુ તપાસ દરમિયાન હાથ લાગેલા CCTV ફૂટેજે સત્યને સંપૂર્ણપણે બદલાવી નાખ્યું.

મહેસાણા Accident CCTV ફૂટેજમાં શું દેખાયું?
યુવક રસ્તાના બિલકુલ વચ્ચેથી શાંતિથી ચાલતો દેખાય છે. ટ્રેલર નજીક આવે છે ત્યારે તે અચાનક વળાંક લઈ પાછળના ટાયરની નીચે ચાલીને જતો રહે છે. ટ્રેલરના વ્હીલ નીચે આવતા તે લગભગ 5 ફૂટ જેટલો ઢસડાયો હતો.આ દરમિયાન યુવકના કમરના ભાગેથી શરીર છૂંદાઈ ગયું હતું. પોલીસે CCTVને ફ્રેમ-ટુ-ફ્રેમ તપાસતાં ખાતરી કરી કે આ અકસ્માત (Accident) નહીં પરંતુ યુવકે જાણીને લીધેલું પગલું છે.
મૃતકની ઓળખ અને પૃષ્ઠભૂમિ
મૃતકનું નામ સત્યપાલ બાબુરામ, ઉત્તરપ્રદેશના બદાયુ જિલ્લાનો વતની હતો. પરિવારના જણાવ્યા અનુસાર, સત્યપાલ ઘરમાંથી “કામધંધે જઉં છું” કહીને નીકળ્યો હતો. તે મહેસાણા સુધી કેવી રીતે પહોંચ્યો અથવા ક્યા કારણસર તેણે આ ભયાનક પગલું ભર્યું એ અંગે હજુ સ્પષ્ટ માહિતી નથી મળી.

પોલીસની કાર્યવાહી
પ્રાથમિક અકસ્માત (Accident)ની ધારણા બદલી નાખીને, બી ડિવિઝન પોલીસએ હવે આ કેસને આત્મહત્યા ગણાવ્યો છે. તપાસકર્તાઓ કહે છે કે CCTV ફૂટેજે અકસ્માતની સંભાવના સંપૂર્ણપણે નકારી કાઢી છે.
આત્મહત્યાનું કારણ અકબંધ
પરિવારને સત્યપાલના નિર્ણય અંગે કોઈ ખબર નહોતી.કોઈ નોટ મળી નથી,કોઈ ઝઘડો કે માનસિક તાણનો પુરાવો પણ મળ્યો નથી, પોલીસ હવે યુવકની હિસ્ટ્રી, ફોન રેકોર્ડ્સ અને તેની મહેસાણામાં હાજરી પાછળનું કારણ શોધવામાં લાગી છે.
આ પણ વાંચો:ઊંઝા-મહેસાણા હાઇવે પર ભયાનક અકસ્માત, ઉનાવા પાસે કાર ડિવાઇડર સાથે અથડાઈ,ચારના મોત
આ પણ વાંચો:મહેસાણામાં કોંગ્રેસ નેતાએ નશામાં કાર હંકારી કર્યો અકસ્માત
આ પણ વાંચો:મહેસાણાના ઊંઝા ઓવરબ્રિજ અકસ્માતનો કેસ નીકળ્યો ખૂન કેસ
