અફઘાનિસ્તાન,
બુધવારે સવારે અફઘાનિસ્તાનમાં મોટો આતંકી હુમલો થયો છે. હેરાત-કંધાર હાઈવે પર બુધવારે સવારે રસ્તાની બાજુમાં એક બોમ્બ બ્લાસ્ટ થયો. આ આતંકી હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 34 લોકોનાં મોત થયા છે, અને આ વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ હુમલા બાદ સુરક્ષા દળોએ આખા વિસ્તારને ઘેરી લીધો છે અને હુમલાની તપાસ કરવામાં આવી રહી છે. જો કે, આતંકી હુમલો કેવી રીતે કરાયો તે હજુ સુધી જાણી શકાયું નથી.
આ હુમલો કંધાર પ્રાંતના વ્યસ્ત બજારમાં આત્મઘાતી હુમલામાં ત્રણ બાળકો અને 23 અન્ય લોકોના મોત થયાના ત્રણ દિવસ પછી થયો છે. છેલ્લા એક અઠવાડિયામાં અફઘાનિસ્તાનમાં આ બીજો મોટો વિસ્ફોટ છે. અગાઉ, ગુરુવારે કાબુલમાં ત્રણ વિસ્ફોટોમાં 10 લોકો માર્યા ગયા હતા, આ હુમલામાં પાંચ મહિલાઓ અને એક બાળકનું પણ મોત નીપજ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
