પક્ષ પલટો/ ડભોઇમાં કોંગ્રેસને મોટો ઝટકો, 6 ગામના સરપંચો ભાજપમાં જોડાયા,સાંસદ અને ધારાસભ્યની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કર્યો

ગુજરાતમાં વહેલી ચૂંટણી થવાના સંકેતો છે,ત્યારે કોંગ્રેસની પરિસ્થિતિ અતિ  ખરાબ બની રહી છે, એક સાંધે અને તેર તૂટે જેવો ઘાટ હાલ પક્ષનો છે,

Top Stories Gujarat
  • વડોદરા ડભોઇમાં કોંગ્રેસને મોટો ઝટકો
  • વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ગાબડુ
  • 6 ગામના સરપંચો ભાજપમાં જોડાયા
  • ડે. સરપંચ અને કાર્યકર્તા પણ ભાજપમાં જોડાયા
  • કોંગ્રેસના 150 કાર્યકર્તા અને હોદ્દેદારો ભાજપમાં જોડાયા
  • ધારાસભ્ય અને સાંસદના હસ્તે ભાજપનો ખેસ ધારણ

ગુજરાતમાં વહેલી ચૂંટણી થવાના સંકેતો છે,ત્યારે કોંગ્રેસની પરિસ્થિતિ અતિ  ખરાબ બની રહી છે, એક સાંધે અને તેર તૂટે જેવો ઘાટ હાલ પક્ષનો છે,કોંગ્રેસમાંથી નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે, પક્ષમાં જમાવટ કરી બેઠેલા વરિષ્ઠ  નેતાઓને લીધે પરિસ્થિતિ વધુ ખરાબ કોંગ્રેસની થઇ રહી છે,કોંગ્રેસ માટે વડોદરાના ડભોઇથી કરાબ સમાચાર આવ્યા છે, ડભોઇ વિધાનસભામાં મોટું ગાબડું ડોવા મળ્યું છે.

ડભોઇ વિધાનસભાના 6 ગામોના કોંગ્રેસના સરપંચો ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં ખળભળાટ મચી જવા પામ્યો છે,આ સાથે ડેપ્યુટી સરપંચ સહિત 150થી વધુ કાર્યકરો ભાજપ પક્ષમાં જોડાયા છે, ફર્તીકુઈ,થુવાવી, અંગૂઠણ ઠીકરિયા, કુવરવાડા,બનૈયા ખલીપુર ગામોના સરપંચ તથા ડે. સરપંચ સાથે અનેક કાર્યકર્તા ભાજપ માં જોડાયા છે,કોંગ્રેસ વિચાર ધારા ધરાવતા 150થી વધુ લોકોએ ભાજપના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા અને સાંસદ ગીતાબેન ના હસ્તે ભાજપ નો કેશ ધારણ કર્યો હતો, આ અંગે આજે ડભોઇ કેલનપુર દાદાભાગવાન મંદિર ખાતે પંચાયત મહાસંમેલન યોજાયું હતું