Bhuj News/ ભૂજમાં માતાએ પોતાની પુત્રવધુ પૌત્ર અને પૌત્ર વધુ સામે દીકરાની હત્યા કર્યાની ફરિયાદ નોંધાવતા ચકચાર

લાઈટ બિલ ભરવા જેવી નજીવી બાબતે પત્ની,પુત્ર અને પુત્રવધૂએ સાથે મળી પિતા ની કરી હત્યા?!

Gujarat

Bhuj News : ભુજમાં છત્રા ફળિયામાં રહેતા સકીનાબેન ફકીર મામદ કુંભાર નામના 75 વર્ષના વૃદ્ધાએ તેની પુત્રવધુ આયસુબાઈ, પોત્ર આફતાજ અને પૌત્રવધુ રેહમત સામે એ ડિવિઝન પોલીસમાં અરજી આપી છે. pજેમાં તેમણે જણાવ્યું છે  કે 11 તારીખના રોજ ઘરે ઝઘડો થતાં આ ત્રણેય સાથે મળીને તેમના પુત્ર અબ્દુલ્લા ને ઢોર માર્યો હતો. જેના કારણે તેનું મૃત્યુ થયું. ત્યારબાદ પુત્રને દફન પણ કરી દેવામાં આવ્યો હતા. પરંતુ હવે આ બાબતે કળ વળતા વૃદ્ધ માતાએ પોલીસ સમક્ષ ન્યાય માટે ઘા નાખતા સમાજમાં ચકચાર મચી જવા પામી છે.

સકીનાબાઈએ લખાવેલી ફરિયાદ મુજબ તારીખ 11, 7 ના રોજ તેઓ ઘરમાં હાજર હતા ત્યારે તેમના પુત્ર અબ્દુલ્લાએ પુત્ર આફતાજને હવેથી લાઈટ બિલ તુ ભરજે એવું કહેતા અફતાજ તેને અવગણીને રૂમમાં ચાલ્યો ગયો હતો. તેથી અબ્દુલ્લા ગુસ્સે ભરાઈને કુહાડી લઈને તેની પાછળ ગયો હતો. પરંતુ આ દરમિયાન આઈસુ બાઇ અને રહેમતે અબ્દુલ્લા ને પકડીને ખૂબ માર માર્યો હતો અને અબ્દુલ્લાના હાથમાથી કુહાડી ઝૂંટવી લીધી હતી. અબ્દુલ્લા મુઢ મારના કારણે પડી જતા સકિનાબાઈ ડોક્ટરને બોલાવવા દોડી ગયા હતા.

તેઓ પરત આવ્યા ત્યારે તેમને ઘર ખાલી જોયું અને તેમને ખબર પડી. થોડીવાર બાદ તેમની દીકરી તેમની પાસે આવ્યા અને અબ્દુલ્લા મરણ પામ્યો હોવાનું જણાવતા તેમના પર આભ તૂટી પડ્યું હતું. જોકે આઠ દિવસે આઘાત ની કળ વળતા તેમણે પોલીસ સમક્ષ સમગ્ર કિસ્સો વર્ણવીને ફરિયાદ દાખલ કરવા માટે અરજી કરી છે અને રૂબરૂ તમામ હકીકત જણાવી છે. એક વૃદ્ધ માતાએ પોતાનો પુત્ર ગુમાવ્યાની સાથે સાથે પોતાના પૌત્ર અને કુટુંબીજનો પણ ગુમાવ્યા હોવાનું દુઃખ છે. ત્યારે તેમણે પોલીસ અને તંત્ર સામે ન્યાય માટે ઘા નાખતા આ સમગ્ર કિસ્સો સમાજ માટે લાલબત્તી રૂપ બન્યો છે તો બીજી બાજુ ચર્ચાની એરણે ચડ્યો છે

અંતે માં ની ઘા તંત્રે સાંભળી

મારા દીકરા ની હત્યા થઈ છે તેવી અરજી ભુજ પોલીસ સ્ટેશન માં આપ્યા બાદ ભુજ કબ્રસ્તાન માં દફનાવેલા યુવાનનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. એફ એસ એલ જામનગર ખાતે તપાસ મોકલવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોખેડા કલેક્ટરની અધ્યક્ષતામાં મહત્ત્વપૂર્ણ સંકલન બેઠક : ધારાસભ્યએ પ્ર્શ્ન કર્યો કે કોરોનાકાળથી બંધ ટ્રેનો શરૂ ક્યારે શરૂ

આ પણ વાંચો:ખેડામાં પુત્ર મોહમાં પિતાએ લીધો પુત્રીનો જીવ

આ પણ વાંચો:લીમખેડાના ચોડિયા ગામમાં શાળા બાંધકામ વિવાદ, કોન્ટ્રાક્ટર પર હલકી ગુણવત્તાવાળા મટિરિયલનો ઉપયોગ કરવાનો આરોપ