દેવાધિદેવ મહાદેવ ભગવાન વાળીનાથ નૂતન શિવાલયના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી આરંભાઈ છે. મહેસાણા જિલ્લાના તરભ ખાતે માલધારી સમાજના આરાધ્ય દેવ ભગવાન વાળીનાથ મહાદેવના નૂતન શિવાલયનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરીના રોજ યોજાવાનો છે.

વાળીનાથ શિવાલયમાં મહાશિવલિંગ સુવર્ણ શિખર મહોત્સવ પ્રસંગે સાત દિવસ 1100 અતિરુદ્ર હોમાત્મક મહાયજ્ઞ આયોજિત કરાયો છે.
સાત દિવસીય અતિરુદ્ધ મહાયજ્ઞ દરમ્યાન વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે, તેમજ મહાયજ્ઞ પ્રસંગે સાત દિવસ દરમ્યાન ભારતભરના રાજકીય અગ્રણીઓ પણ હાજરી આપશે.
22 તારીખે અતિરુદ્ર મહોત્સવ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે અને વડાપ્રધાનની ઉપસ્થિતિમાં પુર્ણાહુતી કરવામાં આવશે.
@અલ્પેશ પટેલ
