Not Set/ PM મોદીએ ગરુડેશ્વર દત્ત મંદિરમાં કરી પૂજા-અર્ચના

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 69 મો જન્મદિવસ છે. આ વિશેષ પ્રસંગે વડા પ્રધાન મોદી સોમવારે મોડી સાંજે તેમના વતન ગુજરાતમાં પહોંચ્યા હતા. અમદાવાદનાં એરપોર્ટની બહાર નીકળતાં જ લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. પીએમ મોદી કેવડિયામાં આવેલ ગરુડેશ્વર મંદિરમાં પૂજા કરી. Gujarat: Prime Minister Narendra Modi offers prayers at Garudeshwar Dutt Temple in […]

Top Stories India

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 69 મો જન્મદિવસ છે. આ વિશેષ પ્રસંગે વડા પ્રધાન મોદી સોમવારે મોડી સાંજે તેમના વતન ગુજરાતમાં પહોંચ્યા હતા. અમદાવાદનાં એરપોર્ટની બહાર નીકળતાં જ લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું.

પીએમ મોદી કેવડિયામાં આવેલ ગરુડેશ્વર મંદિરમાં પૂજા કરી.

પીએમ નરેન્દ્ર મોદીએ મંગળવારે સરદાર સરોવર ડેમ ખાતે નર્મદા નદીની પૂજા કરી.

પીએમ મોદીએ  નર્મદા ડેમ પાસે ફોટોશૂટ કરાવ્યું હતું.પાણીથી છલોછલ ભરાયેલ નદીના કાંઠે ઉભા રહીને તેમણે પોતાના સપનાને પૂરુ થતુ નિહાળ્યું.

કેક્ટસ ગાર્ડનમાં પીએમ મોદી..

પીએમ નરેન્દ્ર મોદીએ તેમના જન્મદિવસ નિમિત્તે ગૃહ રાજ્ય ગુજરાતમાં છે. પીએમ મોદી કેવડિયા નજીક સરદાર સરોવર ડેમ પહોંચ્યા, અહીં અનેક મોટા પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું. જ્યારે પીએમ મોદી અહીં કેક્ટસ ગાર્ડન પહોંચ્યા ત્યારે એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યો. પીએમ મોદીને એક ટોપલી આપવામાં આવી હતી, જેમાં ઘણી પતંગિયાઓ હતા. પીએમ મોદીએ ટોપલી ખોલીને હજારો પતંગિયાને મુક્ત કર્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરથી કેવડિયા ખાતે પહોંચ્યા હતા. જ્યા તેમણે નર્મદા ડેમનું નિરીક્ષણ કરવાની સાથોસાથ રિવર રાફ્ટિંગનો નજારો માણ્યો હતો. ઉપરાંત વડાપ્રધાન મોદીએ જંગલ સફારી સહિતના સ્થળોની મુલાકાત લીધી હતી. મહત્વનું છે કે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ પ્રથમવાર 138.68 મીટરની ઐતિહાસિક સપાટી સુધી ભરાયો છે. ત્યારે નર્મદાના નીરના વધામણાં કરવા માટે વડાપ્રધાન મોદી ખુદ પોતાના જન્મદિવસ પર કેવડિયા આવી પહોંચ્યા. વડાપ્રધાનના આગમનને લઇને કેવડિયા ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો

વડાપ્રધાન મોદી તેમના 69 માં જન્મદિવસે ગુજરાતનાં પ્રવાસે આવ્યા છે. ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રુપાણી, નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ અને અન્ય પાર્ટીનાં નેતાઓ વડા પ્રધાન મોદીનું સ્વાગત કર્યુ હતુ. વડા પ્રધાન મોદી તાજેતરમાં નર્મદા જિલ્લાનાં કેવડિયા પહોચ્યા છે. જ્યા તે થોડી ક્ષણોમાં નર્મદાની પૂજા કરશે.

આજનો વડા પ્રધાન મોદીનો કાર્યક્રમ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.