Not Set/ ખાળકૂવો બન્યો મોતનો કૂવો..!! એક જ પરિવારના 5 લોકોનાં મોત

પાટણના સમીના ગુજરવડ ગામે કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. જ્યાં એક જ પરિવારના 5 લોકોના મોત થયા હતા.આ પાંચેય લોકોની અંતિમયાત્રી નિકળી હતી.અંતિમયાત્રા 2 કિલોમીટર લાંબી હતી.જેમાં હજારો લોકો જોડાયા હતા. મળતી માહિતી અનુસાર સિંઘવ નાળોદા પરિવારની એક મહિલા ઘરની પાછળ બનેલા શૌચાલયના કૂવામાં પથ્થર ખસી જતા ખાબકી હતી. કૂવામાં પડી જતાં […]

Gujarat Others

પાટણના સમીના ગુજરવડ ગામે કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. જ્યાં એક જ પરિવારના 5 લોકોના મોત થયા હતા.આ પાંચેય લોકોની અંતિમયાત્રી નિકળી હતી.અંતિમયાત્રા 2 કિલોમીટર લાંબી હતી.જેમાં હજારો લોકો જોડાયા હતા.

મળતી માહિતી અનુસાર સિંઘવ નાળોદા પરિવારની એક મહિલા ઘરની પાછળ બનેલા શૌચાલયના કૂવામાં પથ્થર ખસી જતા ખાબકી હતી. કૂવામાં પડી જતાં તેઓ બૂમાબૂમ પાડવા લાગ્યા હતા જે સાંભળ્યા બાદ તેમના પતિ તેમને બચાવવા કૂવામાં પડ્યા હતા. બાદમાં પરિવારના અન્ય ચાર સભ્યો પણ બંને પતિ-પત્નિને બચાવવા કૂદી પડયા હતા. જેમાં પતિ-પત્નિ સહિત પાંચના મોત થયા છે. જ્યારે એકને બચાવી લેવામાં તબીબોને સફળતા મળી છે.

આ બનાવની જાણ થતા જ પોલીસની સાથે મામલતાર પણ સ્થળ પર દોડી ગયા હતા.

ઘટના બાદ તમામને સમીની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પરંતુ તબીબે પાંચને મૃત જાહેર કર્યા બાદ એકને પાટણની ધારપુર હોસ્પિટલમાં ખસેડયા હતા.

મૃતકોના નામ

  • સિંધવ રતાભાઈ જલાભાઈ (ઉ.વ. 41)
  • સિંધવ રતાભાઈ દેવાભાઈ (ઉ.વ. 41)
  • સિંધવ રંજનબેન રતાભાઈ (ઉ. વ. 40)
  • સિંધવ રાજાભાઈ પંચાણભાઈ (ઉ.વ. 60)
  • સિંધવ અજાભાઈ ગગજાભાઈ (ઉ.વ. 45)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.