Not Set/ 45 ડિગ્રીનાં તડકામાં બળતી પોલીસને મળી છત્રીછાયા, શહેરનાં અલગ અલગ ચાર રસ્તાઓ પર લગાવાશે

ઉનાળાની અસહ્ય ગરમીમાં શહેર પોલીસનાં ટ્રાફિકનાં જવાનો ભરબપોરે પણ ખડેપગે ટ્રાફિક નિયમનની ફરજ બજાવતા હોય છે.  તેવામાં રોટરી ઈનર વીલ ક્લબ અમદાવાદ દ્વારા શહેર ટ્રાફિક વિભાગને ગરમીથી બચવા માટે

Ahmedabad Gujarat

@ભાવેશ રાજપૂત, અમદાવાદ 
અમદાવાદ શહેરમાં આજથી સત્તાવાર ઉનાળુ બેસી ગયુ છે તેવામાં આવનારા દિવસોમાં તાપમાનનો પારો 45 ડીગ્રી સુધી ઉંચો જવાનો છે.  ઉનાળાની અસહ્ય ગરમીમાં શહેર પોલીસનાં ટ્રાફિકનાં જવાનો ભરબપોરે પણ ખડેપગે ટ્રાફિક નિયમનની ફરજ બજાવતા હોય છે.  તેવામાં રોટરી ઈનર વીલ ક્લબ અમદાવાદ દ્વારા શહેર ટ્રાફિક વિભાગને ગરમીથી બચવા માટે 100 જેટલી છત્રીઓ આપવામાં આવી છે.

ઉનાળાની સીઝનમાં અમદાવાદમાં બપોરનાં સમયે ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી જતો હોય છે.  તેવામાં રોડ પર ટ્રાફિકની કામગીરી કરતા ટ્રાફિક પોલીસનાં જવાનોને સનસ્ટોક તેમજ અનેક ચામડીની બિમારીઓ થવાની શક્યતાઓ હોય છે.  તેવામાં ટ્રાફિકના જવાનોને ગરમીથી મહદઅંશે રાહત મળે તે હેતુથી 100 જેટલી છત્રીઓ ટ્રાફિક જેસીપી મયંકસિંગ ચાવડાને આપવામાં આવી છે.  જે છત્રીઓ પૂર્વ અને પશ્ચિમ અમદાવાદનાં અલગ અલગ ચાર રસ્તાઓ પર લગાવવામાં આવશે.

આવનાર દિવસોમાં વધુ છત્રીઓ ટ્રાફિક પોલીસને આપવાનું આયોજન ઈનર વીલ ક્લબ દ્વારા કરાયુ છે.  તે સિવાય રોટરી ઈનર વિલ ક્લબ દ્વારા ટ્રાફિક પોલીસને માસ્ક પણ આપવામાં આવ્યા છે.  જે માસ્ક પહેરીને ટ્રાફિક પોલીસ કોરોનાથી બચી શકે અને માસ્ક વિના બહાર નિકળતા લોકોને પણ માસ્ક વિતરણ કરી શકે.