પંજાબ કોંગ્રેસના વડા નવજોત સિંહ સિદ્ધુએ ઉત્તર પ્રદેશ સરકારને ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે આવતીકાલ સુધીમાં જો ખેડૂતોની હત્યા કરનાર કેન્દ્રીય મંત્રીના પુત્રની ધરપકડ નહીં થાય અને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીને છોડવામાં નહીં આવે તો પંજાબ કોંગ્રેસ લખીમપુર ખેરી તરફ કૂચ કરશે.
નવજોત સિંહ સિદ્ધુએ ઉત્તરપ્રદેશની યોગી સરકારનું નામ લીધા વગર ટ્વીટ કર્યું હતું કે, “જો આવતીકાલે ખેડૂતોની નિર્દયતાથી હત્યા કરનારા કેન્દ્રીય મંત્રીના પુત્રની ધરપકડ કરવામાં નહીં આવે અને ગેરકાયદેસર રીતે ધરપકડ કરાયેલા અમારા નેતા પ્રિયંકા ગાંધીને મુક્ત નહી કરવામાં આવે તો પંજાબ કોંગ્રેસ લખીમપુર ખેરી તરફ કૂચ કરશે.
If, by tomorrow, the Union Minister’s son behind the brutal murder of Farmers is not arrested, and our leader @PriyankaGandhi being unlawfully arrested, fighting for farmers is not released, the Punjab Congress will march towards Lakhimpur Kheri ! @INCIndia @INCPunjab
— Navjot Singh Sidhu (@sherryontopp) October 5, 2021
પ્રિયંકા ગાંધીની ધરપકડ
શાંતિ ભંગ કરવા બદલ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, રાજ્યસભા સાંસદ દીપેન્દ્ર હુડ્ડા અને યુપી કોંગ્રેસ પ્રમુખ અજય કુમાર લલ્લુ સહિત 11 લોકો સામે એFIR નોંધવામાં આવી હતી. કેસ નોંધાયા બાદ યુપી પોલીસે પ્રિયંકા ગાંધીની ધરપકડ કરી છે. સીતાપુર જિલ્લાના હરગાંવ પોલીસ સ્ટેશનના એસએચઓએ આ માહિતી આપી છે.
તમને જણાવી દઈએ કે લખીમપુર ખેરી જતા સમયે પ્રિયંકા ગાંધીને યુપી પોલીસે કસ્ટડીમાં લીધા હતા. મંગળવારે મોડી રાત્રે પોલીસે તેની સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. સીતાપુર પીએસી ગેસ્ટ હાઉસને અસ્થાયી જેલ બનાવવામાં આવી છે અને પ્રિયંકા ગાંધીને ત્યાં રાખવામાં આવ્યા છે.
પંજાબના સીએમ ચન્ની દિલ્હી જવા રવાના થયા
પંજાબના CM ચરણજીત સિંહ ચન્ની દિલ્હીથી ચંદીગઢ જવા રવાના થયા છે. અગાઉ તેમણે કહ્યું હતું કે, “આજે ખેડૂત પરેશાન છે, દેશનો ખેડૂત મરી રહ્યો છે, કેન્દ્ર સરકારે ત્રણેય કાયદા તાત્કાલિક રદ કરવા જોઈએ અને આવી ઘટનાઓ (લખીમપુર) બંધ કરવી જોઈએ. હું આ મુદ્દે દિલ્હી જઈ રહ્યો છું.” અને આ મુદ્દે ગૃહમંત્રી સાથે ચર્ચા કરશે. “
