મેડિસિન કેટેગરીમાં નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. ફિઝિક્સમાં નોબેલ પુરસ્કારની જાહેરાત સ્વીડનની રાજધાની સ્ટોકહોમ ના રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સ દ્વારા કરવામાં આવી છે.અત્યાર સુધી ફિઝિક્સના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે 216 લોકોને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમાં 4 મહિલાઓ પણ સામેલ છે. ત્યારે 2020માં ફિઝિક્સનો નોબેલ પુરસ્કાર સંયુક્ત રીતે રોજર પેનરોજ , રેનહાર્ડ જેનજેલ અને એન્ડ્રિયા ગેજ ને આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો ;ભાજપે ફરી એકવાર સાબિત કરી દીધુ છે કે તેને હરાવું કે હફાવું ખુબજ મુશ્કેલ છે
નોબેલ અસેમ્બલી મુજબ ફિઝિક્સ એવોર્ડનું એ ક્ષેત્ર હતું, જેનો ઉલ્લેખ અલ્ફ્રેડ નોબેલે 1895માં પોતાની વસીયતમાં પ્રથમવાર કર્યો હતો. તેમને કહ્યું કે 19મી સદીના અંતમાં ઘણા લોકો ફિઝિક્સને વિજ્ઞાનમાં સૌથી આગળ માનતા હતા અને અલ્ફ્રેડ નોબેલે પણ તેને આ રીતે જોયું. તેમની પોતાની રિસર્ચ પણ ફિઝિક્સ સાથે જોડાયેલી છે. આ પુરસ્કારને મેળવનાર વ્યક્તિને 1 ગોલ્ડ મેડલની સાથે 1.14 મિલિયન ડોલર રોકડા આપવામાં આવે છે. પુરસ્કારની રકમને અલ્ફ્રેડ નોબલની વસીયતમાંથી આપવામાં આવે છે.
આ પણ વાંચો ;આર્યન ખાન ડ્રગ્સ કેસ / ધરપકડ કરાયેલા અરબાઝ મર્ચન્ટના પિતાએ તોડ્યું મૌન, કહ્યું – બંને નિર્દોષ છે…
આગામી થોડા દિવસોમાં કેમેસ્ટ્રી, સાહિત્ય, શાંતિ અને અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં નોબલ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવશે. સોમવારે નોબેલ અસેમ્બલીએ ડેવિડ જૂલિયસ અને અર્દેમ પટાપાઉટિયનને વર્ષ 2021 માટે મેડિસિનમાં નોબેલ પુરસ્કારથી સન્માનિત કર્યા.ફિઝિયોલોજી અથવા મેડિસિન નોબલ પુરસ્કાર બંને લોકોને સંયુક્ત રીતે આપવામાં આવ્યા. બુધવારે કેમેસ્ટ્રીના નોબલ પુરસ્કાર વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આાવશે. ત્યારબાદ સાહિત્ય, શાંતિ અને સૌથી છેલ્લે અર્થશાસ્ત્રના નોબલ પુરસ્કારની જાહેરાત થશે.
આ પણ વાંચો ;પરિણામ / ગાંધીનગરમાં ભાજપની સત્તા નિશ્વિત,કોંગ્રેસનો કરૂણ રકાસ,AAPએ કોંગ્રેસના મતમાં પાડ્યું ગાબડું
