Not Set/ સુરત : સોશિયલ મીડિયા પર ચાઈલ્ડ પોર્નોગ્રાફી શેર કરનાર, 4 આરોપી જેલ ભેગાં

આજકાલ યુવાનોમાં સોશિયલમીડિયાનું ચલણ દિવસે ને દિવસે વધતું જાય છે. દરેક વસ્તુના સારા અને નરસા એમ બે પાસા હોય જ છે. એ તમારી ઉપર આધાર રાખે છે કે તમે તેનો કેવી રીતે ઉપયોગ કરો છો. હાલ માં જ સુરત માં સોશિયલ મીડિયામાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી ફરતી જોવા મળી હતી. સુરતમાં કેટલાક શખ્સો દ્વારા સોસિયલ મીડિયા સાઇટ […]

Top Stories Gujarat Surat

આજકાલ યુવાનોમાં સોશિયલમીડિયાનું ચલણ દિવસે ને દિવસે વધતું જાય છે. દરેક વસ્તુના સારા અને નરસા એમ બે પાસા હોય જ છે. એ તમારી ઉપર આધાર રાખે છે કે તમે તેનો કેવી રીતે ઉપયોગ કરો છો.

હાલ માં જ સુરત માં સોશિયલ મીડિયામાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી ફરતી જોવા મળી હતી. સુરતમાં કેટલાક શખ્સો દ્વારા સોસિયલ મીડિયા સાઇટ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લગતા ફોટોગ્રાફ શેર કરવામાં આવ્યા હતા. આ બાબતની જાણકરી સુરત સાઇબર ક્રાઇમ ને મળતા જ, આ બાબતે સુરત સાયબર ક્રાઈમ દ્વારા તાત્કાલિક ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન પોલીસે  રોહિત ગાફિયા, જફર મહેંદી,  આશારામ બીદ તથા રાજેશ સાખત ની ધરપકડ કરી તેમને જેલ ભેગા કર્યા હતા. અને તેમની પાસેથી મોબાઈલ કબ્જે કર્યા હતા.

તેમના મોબાઇલમાંથી આવી અનેક ફોટોગ્રાફ સહિતની વસ્તુ પોલીસે કબ્જે કરી હતી. પોલીસ પૂછપરછમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓએ જ આ પોર્ન ફોટો સોશિયલ મીડિયામાં ચઢાવ્યા હતા. હાલ પોલીસે તેમના રિમાન્ડ લેવાની કામગીરી હાથ ધરી વધુ પૂછપરછ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.