Food Recipe: આમ જોઇએ તો, મોદક (Modak Recipe) એમનો અતિ પ્રિય પ્રસાદ ગણાય છે પરંતુ, ગણેશોત્સવના પાવન દિવસો દરમિયાન તમે વિવિધ વ્યંજનો બનાવીને ગણપતિને અર્પણ કરી શકો છો.
ભગવાન ગણેશના જન્મોત્સવને ગણેશ ચતુર્થીના રુપમાં મનાવવામાં આવે છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 14 સપ્ટેમ્બર 2026 અર્થાત્ આજે મનાવવામાં આવી રહી છે. જો તમારા ઘરે પણ ગણપતિ બાપ્પા પધાર્યા હોય તો એમને પ્રસાદ સ્વરુપે ધરાવવા માટે તમે મહારાષ્ટ્રીયન વાનગી ‘ઉકડી ચે મોદક’ બનાવી શકો છો. આ ગણેશજી (Lord Ganesha)નો પ્રિય પ્રસાદ છે. તમને અહિં જણાવી દઈએ કે, ‘ઉકડી ચે મોદક’ (Ukdi che Modak) અર્થાત્ ચોખાના મોદક…તો ચાલો જાણીએ કે શી રીતે બનાવીશું ચોખાના લોટના મોદક (Rice Flour Modak Recipe)….
ગણેશ ચતુર્થી 2026 (Ganesh Chaturthi 2026)
સોમવારના રોજ 14મી સપ્ટેમ્બરે, આખા દેશમાં ગણેશ ચતુર્થીના તહેવાર (Ganesh Chaturthi Festival, 14 September 2026)ને ખૂબ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. ઘણા બધા લોકોએ પોતાના ઘરમાં ગણેશજીની સ્થાપના પણ કરી છે. આ પર્વ આનંદ-ઉલ્લાસનું પર્વ છે અને લોકો તમામ વિધિ-વિધાનનું યથાશક્તિ પાલન કરતા જોવા મળે છે. ભક્તજનો દ્વારા, દરરોજ ગણપતિદાદાની ભક્તિભાવપૂર્વક પૂજા, આરતી અને ભજન કરવા ઉપરાંત, બાપ્પાને રીઝવવા માટે ભાત-ભાતના પ્રસાદ (Prasad)પણ ધરાવવામાં આવે છે.
આમ તો બજારમાં અનેકવિધ મીઠાઈઓ ઉપલબ્ધ હોય જ છે પરંતુ પોતાના હાથે બનાવેલા પ્રસાદનો આનંદ જ કંઇક ઓર હોય છે! અને આવી અવનવી રેસિપીઝની શોધ કરતા જ રહેતા હોય છે. ગણેશોત્સવ દરમિયાન, જો તમે પોતાના હાથે બનાવેલો પ્રસાદ ધરાવીને બાપ્પાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માગતા હો તો પ્રસ્તુત છે આસાન એવા પરંપરાગત ચોખાના લોટના મોદકની રેસિપી..
ગણેશોત્સવ (Ganeshotsav)એટલે ભક્તિ અને શ્રદ્ધાનો મહોત્સવ! ગણેશ ચતુર્થી 2026 (Ganesh Chaturthi 2026)થી લઇને દસ દિવસ સુધી ઉજવાતા આ પાવન તહેવારે બાપ્પાના ભક્તજનોમાં અનેરો ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. ગણપતિની પૂજા (Ganpati Puja) દરમિયાન, ભક્તો એમને ભાત-ભાતના પ્રસાદ ધરાવીને રીઝવતા હોય છે. આમ જોઇએ તો, મોદક (Modak) એમનો અતિ પ્રિય પ્રસાદ ગણાય છે પરંતુ, ગણેશોત્સવના પાવન દિવસો દરમિયાન તમે વિવિધ વ્યંજનો બનાવીને ગણપતિને અર્પણ કરી શકો છો. અહિં અમે તમને મોદકની જ એક પરંપરાગત સ્વાદિષ્ટ રેસિપી દર્શાવવા જઇ રહ્યાં છીએ અને એ છે નવીન સ્વાદથી સભર એવા ચોખાના લોટના મોદક! તો ચાલો જોઇએ, એને શી રીતે બનાવવા?
શી રીતે બનાવીશું ચોખાના લોટના મોદક? (Rice Flour Modak Recipe)
ચોખાના લોટના મોદક (Modak Recipe) બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
1 કપ ચોખાનો લોટ
અડધો કપ દૂધ
અડધો કપ પાણી
1 ચમચી ઘી
1 ચપટી મીઠું
સ્ટફિંગ માટેની સામગ્રી
1 મોટી ચમચી ઘી
દોઢ ચમચી ખસખસ
દોઢ ચમચી તાજું છીણેલું નારિયેળ
3/4 કપ છીણેલો ગોળ
1 ચમચી ઈલાયચી પાવડર
અડધી ચમચી જાયફળ
2-3 ચમચી કાજુ, બદામ, પિસ્તાની કતરણ
5-6 કેસરના તાંતણા
ઘી આવશ્યકતા અનુસાર

બનાવવાની વિધિ
1. ચોખાના મોદક બનાવવા માટે સૌપ્રથમ સ્ટફિંગ સામગ્રીની તૈયારી કરવી. આ માટે એક પૅનમાં ઘી ઉમેરીને નારિયેળના છીણ (Fresh Coconut)ને સારી રીતે શેકી લેવું.
2. જ્યારે નારિયેળ શેકાઇ જાય ત્યારે ગૅસની ફ્લેમ ધીમી કરીને ગોળ (Jaggery) ઉમેરીને સારી રીતે મિક્સ કરી લેવો.
3. જ્યારે ગોળ પીગળીને મિક્સ થઇ જાય ત્યારે એમાં ઈલાયચી પાવડર, જાયફળ, કાજુ-બદામ-પિસ્તા (Dry Fruits)ની કતરણ મિક્સ કરીને સારી રીતે હલાવીને ગૅસ બંધ કરી દો.
4. સ્ટફિંગને ઠંડુ થવા દો. દરમિયાન ગૅસ પર એક કડાઈ મૂકીને એમાં પાણી ઉમેરો. પાણી ગરમ થાય એટલે એમાં ઘી અને થોડું મીઠું મિક્સ કરી લો.
5. હવે પાણીમાં ધીમે-ધીમે ચોખાનો લોટ (Rice Flour) મિક્સ કરીને હલાવો. આ મિશ્રણ હળવું ઠંડુ થાય પછી એને સારી રીતે ગૂંથી લેવું અને લોટ કેળવી લેવો.
6. હવે લોટના લુવા બનાવી લેવા અને એને મોદકના મોલ્ડમાં રાખીને ઊંડા કરી લેવા. એમાં સ્ટફિંગ નાખીને ઉપરથી સરસ રીતે બંધ કરી લેવા.
7. જો મોલ્ડ ન હોય તો તમે હાથેથી પણ મોદકમાં સ્ટફિંગ કરીને શૅપ આપી શકો છો.
8. આ પ્રમાણે તમામ મોદકને શૅપ આપીને સ્ટીમરમાં પાણી ગરમ કરીને વરાળે બાફીને તૈયાર કરી લેવા.
તો તૈયાર છે ગણપતિ બાપ્પાને પ્રિય એવા પરંપરાગત મોદક (Traditional Stuffed Modak)…જેને તમે આજના ગણેશ ચતુર્થીના પાવન દિને અથવા તો અનંત ચતુર્દશી (Anant Chaturdashi) સુધીના આ 10 દિવસમાં ગમે ત્યારે બનાવીને બાપ્પાને પ્રસાદરુપે અર્પણ કરીને ગ્રહણ કરી શકો છો
આ પણ વાંચો: શા માટે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે, જાણો તેની પાછળની દંતકથા…
આ પણ વાંચો: ગણેશ ચતુર્થીના 10 દિવસ બનાવો 10 વિવિધ પ્રકારનાં મોદક, દાદા મહેરબાન થશે
