Gandhinagar News: ગુજરાતમાં વસ્તી ગણતરી (census) કરવાની પ્રક્રિયાની ગુજરાત સરકારે જાહેરાત કરી દીધી છે. સરકારે જાહેરાત કરી છે કે આ વખતની વસ્તી ગણતરીનો કાર્યક્રમ એક જ નહીં પણ બે તબક્કાનો હશે. વસ્તી ગણતરી(census) ના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ ઓપરેશન (HLO)નું કામ થશે. આ તબક્કામાં મકાનોની નોંધણી થશે. તેના પરથી રાજ્યમાં કેટલા લોકો પોતાના અને પાક્કા ઘરોમાં રહે છે તેનો અંદાજ આવશે. તેના પછીના બીજા તબક્કામાં વસ્તી ગણતરીનું કામ શરૂ થશે. કદાચ રાજ્યમાં પાક્કા મકાનો કેટલા છે તેનો પહેલી જ વખત સાચો અંદાજ આ વસ્તી ગણતરી પછી આવશે.

Censusનો પ્રથમ તબક્કો એપ્રિલમાં થશે
રાજ્ય સરકારે જણાવ્યું હતું કે હાઉસ લિસ્ટિંગ ઓપરેશન(HLO)નો પ્રથમ તબક્કો એપ્રિલથી સપ્ટેમ્બર સુધી ચાલશે. તેના પછી વસ્તી ગણતરી (census)નો બીજો તબક્કો એક વર્ષ પછી 2027માં શરૂ થશે. વસ્તી ગણતરીની તૈયારીઓ માટે રાજ્ય સરકારે સૂચના પણ જારી કરી છે. આ સૂચના મુજબ જનગણના ધારા 1948ની જોગવાઈ ચાર અને જનગણના નિયમ 1990ના નિયમ ત્રણ મુજબ આ જરૂરી કામ કરવા માટે જનગણના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી રહી છે.

ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ
આ વખતની જનગણના (census)વધારે ચોકસાઈપૂર્વકની અને સરળ બનાવવા માટે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત સરકારે બીજી ફેબ્રુઆરીના રોજ જારી કરેલા જાહેરનામા મુજબ HLOનું ફિલ્ડ વર્ગ 20 એપ્રિલથી 19 મે 2026 સુધીનુ હશે. ફિલ્ડ વર્ક શરૂ થતાં પહેલાં પાંચથી 19 એપ્રિલ 2026ના રોજ એક સેલ્ફ એમ્યુનરેશનની કવાયત કરવામાં આવશે. આ ડિજિટલ સેલ્ફ એમ્યુનરેશન ફેઝ ઘર-ઘર સર્વેથી પહેલા થશે. તેનો હેતુ ભાગીદારીને સરળ બનાવવાનો અને ડેટાની ચોકસાઈ વધારવાનો છે.

સબ કા સાથ, સબ કા વિકાસવાળી પ્રક્રિયા
સેલ્ફ એમ્યુનરેશન પીરિયડ દરમિયાન લોકોને પોતાની જાણકારી ડિજિટલી જમા કરાવવાની તક મળશે. અધિકારીઓનું માનવું છે કે આ પગલાં(census)થી આ પ્રક્રિયા વધુ સરળ અને બધાને સાથે લઈને ચાલનારી બનશે તેવી આશા છે. આમ સબ કા સાથ અને સબ કા વિકાસનું સૂત્ર અહીં ચરિતાર્થ થશે. સરકાર દ્વારા જણાવાયા મુજબ HLO પ્રથમ તબક્કામાં ઘરોની સ્થિતિ, કુટુંબની પાસેની સંપત્તિ અને તેમની પાસે હાજર માળખાકીય સગવડો જેવી કે વીજળી, પાણી, શૌચાલય વગેરે અંગે ડેટા એકત્રિત કરશે.
બીજો તબક્કો ફેબ્રુઆરી 2027માં શરૂ થશે
તેના પછી વસ્તી ગણતરી(census)ના બીજા તબક્કાનું આયોજન ફેબ્રુઆરી 2027માં કરવામાં આવશે, જેને પોપ્યુલેશન એમ્યુનરેશન કહેવાય છે. આ તબક્કામાં રાજ્યની કુલ વસ્તીના વાસ્તવિક આંકડા એકત્રિત કરવામાં આવશે.
