Not Set/ CAA/ આજથી ભાજપ કરશે જનજાગરણ અભિયાનની શરૂઆત, દેશભરમાં થશે હજારો રેલી

નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) નો વિરોધ હજી પણ દેશભરમાં ચાલી રહ્યો છે. કેરળ વિધાનસભામાં આ કાયદા વિરુદ્ધ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે, ત્યારે ઘણી બિન-ભાજપ સરકારોએ તેમના રાજ્યમાં તેનો અમલ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. જોકે, ભાજપે હવે આ મામલે 2020 ની શરૂઆતમાં પ્રચાર ચલાવવાનો નિર્ણય લીધો છે. આજથી ભાજપનો જનજાગૃતિ અભિયાન શરૂ થઈ […]

Top Stories India

નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) નો વિરોધ હજી પણ દેશભરમાં ચાલી રહ્યો છે. કેરળ વિધાનસભામાં આ કાયદા વિરુદ્ધ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે, ત્યારે ઘણી બિન-ભાજપ સરકારોએ તેમના રાજ્યમાં તેનો અમલ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. જોકે, ભાજપે હવે આ મામલે 2020 ની શરૂઆતમાં પ્રચાર ચલાવવાનો નિર્ણય લીધો છે.

આજથી ભાજપનો જનજાગૃતિ અભિયાન શરૂ થઈ રહ્યો છે. ભાજપનાં રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ જે.પી.નડ્ડા ગુજરાતનાં વડોદરાનાં સ્વામી નારાયણ મંદિરનાં ગ્રાઉન્ડમાં સાંજે 6 વાગ્યે જન જાગૃતિ અભિયાનમાં ભાગ લેશે. સીએએ અંગે ભાજપનો આ અભિયાન 20 દિવસ સુધી ચાલશે. આ અંતર્ગત, પાર્ટી નાગરિકતા સુધારો કાયદા પર નાગરિકો સાથે વાત કરવા ઘરે ઘરે જશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બીજેપીએ આ કાયદાને લગતી તમામ શંકાઓને દૂર કરવા લોકોની વચ્ચે જવા તૈયાર કરી દીધી છે. આ અંતર્ગત દેશભરમાં એક હજાર રેલીઓ યોજવામાં આવશે. 250 પ્રેસ કોન્ફરન્સ થશે. દરેક જિલ્લામાં રેલીઓ અને બૌદ્ધિક પરિષદો યોજાશે. પંચાયત અને વોર્ડ કક્ષાએ બેઠકો પણ યોજાશે. પાર્ટીનાં નેતાઓ લોકોની વચ્ચે જઈને કાયદા પર ચર્ચા કરશે અને તેમના પ્રશ્નોનાં જવાબો આપશે.

એવું માનવામાં આવી રહ્યુ છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વ્યૂહરચના અભિયાન પાછળ કામ કરી રહી છે. તેમણે બુધવારે સાંજે જેપી નડ્ડા, ભૂપેન્દ્ર યાદવ અને બી.એલ. સંતોષ સાથે પાર્ટી ઓફિસમાં બેઠક કરી હતી. જેમાં નાગરિકતા સુધારો અધિનિયમ અંગે પાર્ટી દ્વારા કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા હતા. મળતી માહિતી અનુસાર પાર્ટી વરિષ્ઠ નેતાઓ ઉપરાંત હસ્તીઓ પણ પ્રચારનો ચહેરો બનશે. આપને જણાવી દઈએ કે, સીએએને લઈને ઉત્તર પ્રદેશ, આસામ અને દિલ્હી સહિત અન્ય રાજ્યોમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.