Not Set/ બિહારમાં ભીડ બની હિંસક, ચોરીનાં આરોપીને ભેગા મળી ઉતાર્યો મોતને ઘાટ

બિહારમાં નિતિશ કુમારનાં રાજમાં ક્રાઇમ રેટ ઘટવાની જગ્યાએ વધી રહ્યો હોય તેવુ દેખાઇ રહ્યુ છે. અહી અવાર-નવાર કોઇને કોઇ ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં એક ઘટના બિહારનાં વૈશાલી જિલ્લાથી સામે આવી છે. જ્યા ભીડ એકવાર ફરી હિંસક બની ગઇ છે. અહી એક શખ્સની ભીડે મળીને હત્યા કરી હોવાનું સામે આવી રહ્યુ છે. ગત મંગળવારે […]

Top Stories India

બિહારમાં નિતિશ કુમારનાં રાજમાં ક્રાઇમ રેટ ઘટવાની જગ્યાએ વધી રહ્યો હોય તેવુ દેખાઇ રહ્યુ છે. અહી અવાર-નવાર કોઇને કોઇ ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં એક ઘટના બિહારનાં વૈશાલી જિલ્લાથી સામે આવી છે. જ્યા ભીડ એકવાર ફરી હિંસક બની ગઇ છે. અહી એક શખ્સની ભીડે મળીને હત્યા કરી હોવાનું સામે આવી રહ્યુ છે.

ગત મંગળવારે  એક ઘરમાં ચોરી થઇ હતી, જેના આરોપમાં એક શખ્સને ભીડે એટલો માર-માર્યો કે તેની મોત થઇ ગઇ. પોલીસે ઘટનાસ્થળેથી ધારદાર હથિયારો મેળવ્યા છે. જો કે હજુ પણ શખ્સની ઓળખ થઇ નથી. આપને જણાવી દઇએ કે, બિહારમાં વૈશાલી જિલ્લાનાં સરાયમાં ચોરી કરતા એક શખ્સ પકડાઇ ગયો. જેને ગામનાં લોકોએ પકડી ત્યા સુધી માર્યો જ્યા સુધી તે મરી ન ગયો. જાણવા મળી રહ્યુ છે કે સરાય થાનાનાં પટેઢા ગામનાં નિવાસી સંતલાલ પાસવાનનાં ઘરમાં ચોરી કરવા આવેલા લગભગ 6 ચોરમાંથી એક ચોરને ગ્રામીણોએ પકડી પાડ્યો હતો. પોતાના ગુસ્સાને ઠાલવતા ગામનાં લોકોએ તેને ખૂબ માર્યો હતો.

સુત્રોનું કહેવુ છે કે, ભીડનાં હત્થે ચઢેલા ચોરની હજુ સુધી કોઇ ઓળખ થઇ નથી. ઘટનાની જાણ થતા સરાય થાના પહોચી પોલીસે શવને પોતાના કબ્જે લીધો હતો. પોલીસને ઘટનાસ્થળથી બે કટાર મળી આવી છે. જેને ચોર ઘરનું તાળું કાપવા સાથે લઇને આવ્યો હતો. ચોરી કરવા આવેલા શખ્સની મોત પર હવે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.