Not Set/ વડોદરા/ શિક્ષકે લાફો મારતા વિદ્યાર્થીના કાનનો પડદો ફાટ્યો

વડોદરા શહેરમાં એક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીને લાફો મારવાની ઘટના સામે આવી છે. જેમાં વિદ્યાર્થીના કાનનો પડદો ફાટી ગયો છે. માતા-પિતા દ્વારા પોલીસને ફરિયાદ કરવામાં આવી છે અને આ શિક્ષકની ધરપકડ પણ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના ઇલોરાપાર્ક વિસ્તારમાં આવેલા તત્વમ નોલેજ ઇન્સ્ટીટ્યુટનાં શિક્ષક અને સંચાલક જસબીરસિંહ ચૌહાણે ધોરણ 10નાં વિદ્યાર્થીને કાનપટ્ટી પર લાફો […]

Gujarat Vadodara

વડોદરા શહેરમાં એક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીને લાફો મારવાની ઘટના સામે આવી છે. જેમાં વિદ્યાર્થીના કાનનો પડદો ફાટી ગયો છે. માતા-પિતા દ્વારા પોલીસને ફરિયાદ કરવામાં આવી છે અને આ શિક્ષકની ધરપકડ પણ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના ઇલોરાપાર્ક વિસ્તારમાં આવેલા તત્વમ નોલેજ ઇન્સ્ટીટ્યુટનાં શિક્ષક અને સંચાલક જસબીરસિંહ ચૌહાણે ધોરણ 10નાં વિદ્યાર્થીને કાનપટ્ટી પર લાફો મારતા વિદ્યાર્થીના કાના પડદામાં કાણું પડી ગયું છે. આ બાબતે વિદ્યાર્થીનાં વાલી દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. અને ત્યાર બાદ આ ટ્યૂશન શિક્ષકની ધરપકડ પણ કરવામાં આવી છે.

ગોત્રી રોડ પર આવેલી પ્રકાશ સોસાયટીમાં રહેતા તેજસભાઇ ભટ્ટ રીયલ એસ્ટેટમાં કન્સલટન્ટ તરીકે ફરજ બજાવે છે. તેમનો દીકરો ધોરણ 10માં અભ્યાસ કરે છે. તે તત્વમ નોલેજ ઇન્સ્ટિટ્યુટ નામના ખાનગી ક્લાસીસમાં અભ્યાસ માટે જાય છે.

તેજસ ભાઈ દ્વારા નોધાવેલી ફરિયાદ માં જણાવ્યું છે કે,  23મી ડિસેમ્બરે તેમનો પુત્ર ટ્યુશનમાં ગયો હતો ત્યારે ફોન આવ્યો કે ટેસ્ટનું ફોર્મ અને ફી આપી જજો. જેથી તેજસભાઈ અને તેમના પત્ની સાંજે સાત વાગે બાળકના ક્લાસીસ પર ગયા હતાં. પગથીયા ચઢતા હતા ત્યારે તેમને લાફાનો અવાજ આવ્યો હતો.  ક્લાસરૂમમાં પહોંચ્યા ત્યારે શિક્ષક જસબીરસિંહ ચૌહાણે તેમના પુત્રને લાફા ઝીંકી રહ્યાં હતાં.

બાદમાં પુત્રને કાનમાં અસહ્ય દુખાવો થતાં વિદ્યાર્થીને ઇએનટી તબીબ પાસે લઇ ગયા હતા. જ્યાં સારવારમાં વિદ્યાર્થીનાં ડાબા કાનના પડદાંમાં કાણું પડી ગયું હોવાનું ડોકટરે  જણાવ્યું હતું. પોલીસે આ મામલે શિક્ષક જસબિરસિંહ ચૌહાણની ધરપકડ કરી હતી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.