Surat News/ સુરતમાં 239 શંકાસ્પદ બાંગ્લાદેશીઓની ધરપકડ કરાઈ

 જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલા પછી રાજ્યમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે પોલીસે રાજ્ય વ્યાપી અભિયાન છેડ્યું છે. તેના પગલે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતના મોટો શહેરોની સાથે રાજ્યના દરેક જિલ્લામાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડવાની સૂચના આપી દેવામાં આવી છે.

Gujarat Top Stories Surat

Surat News:  જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલા પછી રાજ્યમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે પોલીસે રાજ્ય વ્યાપી અભિયાન છેડ્યું છે. તેના પગલે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતના મોટો શહેરોની સાથે રાજ્યના દરેક જિલ્લામાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડવાની સૂચના આપી દેવામાં આવી છે.

સુરતમાં પણ મોટા પાયા પર તપાસ અભિયાન આદરવામાં આવતા કુલ 239 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓને પકડવામાં આવ્યા છે. સુરત જિલ્લાની જિલ્લા પોલીસે આ માટે 12 ટીમો બનાવીને કામગીરી કરી છે. તેમને સરકારને સ્પષ્ટ સૂચના છે કે જ્યાં પણ બાંગ્લાદેશી ઘૂસણખોર છૂપાયેલા હોય તેને પકડવામાં આવે અને ડિપોર્ટ કરવામાં આવે.

આ જ અભિયાનના ભાગરૂપે વલસાડ જિલ્લામાં પોલીસે સઘન કોમ્બિંગ કર્યુ હતુ. તેમા 300થી પણ વધુ શકમંદોની અટકાયત કરવામાં આવી છે. આ શકમંદોમાં બાંગ્લાદેશીઓ હોવાની સંભાવના છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વલસાડ પોલીસની કાર્યવાહીની પ્રશંસા કરી છે. તેઓ વલસાડ જિલ્લામાં ધરમપુર આવ્યા હતા.

આ જ રીતે પૂર્વ કચ્છ જિલ્લામાં બાંગ્લાદેશી સામે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે ઘૂસણખોરોને શોધવા માટે ટીમો બનાવી છે. સ્પામાં કામ કરતી છ બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ છે. તેમની પાસેથી બનાવટી આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ મળી આવ્યા છે. બાંગ્લાદેશી મહિલાઓને પરત મોકલવાની કે ડિપોર્ટ કરવાની કવાયત શરૂ થઈ ગઈ છે.

આ જ રીતે ભરૂચમાં પણ બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આના માટે 1000ની પૂછપરછ સાથે દસ્તાવેજ ચકાસણીના આદેશ આપવામાં આવ્યા છે. આ પ્રક્રિયા દરમિયાન 29 બાંગ્લાદેશી ઘૂસણખોર મળી આવ્યા છે. તેમા 100 જેટલા શકમંદોને હેડક્વાર્ટર સુધી પગપાળા લઈ જવામાં આવ્યા હતા.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલે જણાવ્યું હતું કે તેમને અમદાવાદમાંથી ઘૂસણખોરોને પકડવાનો આદેશ આપવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં અમદાવાદમાં રહેતા કુલ 127 બાંગ્લાદેશીઓને પકડવામાં આવ્યા છે. આમાંથી ઘણા લોકોને બાંગ્લાદેશ પાછા મોકલવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે પહેલગામમાં થયેલા હુમલા બાદ લગભગ 500 લોકોની અટકાયત કરવામાં આવી છે. તેઓ બાંગ્લાદેશી નાગરિક છે કે નહીં તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સાચી માહિતી મળ્યા પછી, દેશનિકાલ શરૂ કરવામાં આવશે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા 1000 બાંગ્લાદેશીઓને અટકાયતમાં લેવામાં આવ્યા છે. સંઘવીએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા કેટલાક લોકો અલ-કાયદા માટે સ્લીપર સેલ તરીકે કામ કરતા હતા. તેમણે દાવો કર્યો છે કે ધરપકડ કરાયેલા ચાર બાંગ્લાદેશી અલ કાયદા માટે સ્લીપર સેલ તરીકે કામ કરતા હતા. તેમની સંપૂર્ણ વિગતો મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હર્ષ સંઘવીએ પાકિસ્તાનીઓને ગુજરાત છોડવાની ડેડલાઇન આપી,જાણો ક્યારે છોડવું પડશે

આ પણ વાંચો:ગુજરાતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને વતન પરત ફરવું પડશે, સરકારે આપ્યા આદેશ

આ પણ વાંચો:પહલગામમાં આતંકવાદી હુમલા બાદ પીએમ મોદીએ અમિત શાહ સાથે કરી વાત,