ધરતી પર ડૉક્ટરને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. આ વાતને ઉત્તર પ્રદેશનાં એક ડૉક્ટરોએ સાબિત કરી બતાવી છે. ફિરોઝાબાદ જિલ્લાનાં શિકોહાબાદની સરકારી હોસ્પિટલનાં ડૉકટરોએ જ્યારે લાઇટ ન હોતી ત્યારે મોબાઈલનાં ફ્લેશલાઇટમાં જ ટાંકા લગાવી ઇજાગ્રસ્તોને બચાવી લીધો હતો. આપને જણાવી દઇએ કે, રાજ્યમાં એક અકસ્માત સર્જાયો હતો, ઇજાગ્રસ્ત વ્યક્તિ શિકોહાબાદ, જિલ્લા ફિરોઝાબાદની સરકારી હોસ્પિટલની ઇમરજન્સીમાં પહોંચી ગયો હતો. પરંતુ સમસ્યા એ હતી કે હોસ્પિટલમાં વીજળી જ ન હોતી, પરંતુ ડૉકટરોએ પરિસ્થિતિથી હાર ન માની અને મોબાઇલ ફોનની ફ્લેશ લાઇટથી તે શખ્સનું ઓપરેશન કર્યુ હતુ.
જ્યારે માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિને શિકોહાબાદની જિલ્લા સંયુક્ત હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, ત્યારે તેની હાલત ખૂબ જ ખરાબ હતી અને તેને તાત્કાલિક સારવારની જરૂર હતી. પરંતુ તે સમયે હોસ્પિટલમાં વીજળી ન હોતી, ત્યારબાદ તબીબોએ વિજળીની રાહ જોયા વિના તાત્કાલિક ઇજાગ્રસ્તને મોબાઇલની ફ્લેશલાઇટથી ટાંકા લેવાનુ જરૂરી સમજ્યુ હતુ.
Firozabad: Doctors stitched up the wounds of a road accident victim under cell phone's flashlight in absence of electricity, at District Combined Hospital in Shikohabad last week. pic.twitter.com/dWvZz3NTvt
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 31, 2019
તમે ફોટામાં સ્પષ્ટપણે જોઈ શકો છો કે ચારે બાજુ અંધારુ છે અને ફ્લેશ લાઇટ ચાલુ છે. ઉપરાંત, ડૉકટરો ટાંકા લગાવી રહ્યા છે. આ કાર્ય એટલું સરળ નથી જેટલું દેખાય છે કારણ કે ટાંકામાં ઘણી કાળજી લેવી જરૂરી છે. ઉત્તર પ્રદેશનાં ડૉકટરોની તાત્કાલિક નિર્ણય લેવાની ક્ષમતા અને બહાદુરીની ચારેબાજુ વાહ-વાહી થઇ રહી રહી છે. આ સાથે સોશિયલ મીડિયા પર પણ આ વીડિયોને લઇને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
