Bhavnagar News/ ભાવનગરમાં લુખ્ખાતત્વો પર લાગી લગામ, વૃદ્ધ ખેડૂત પર હુમલાના બનાવે સમાજમાં રોષ, રાજુ ઉલવાની ધરપકડ

આ હુમલામાં વૃદ્ધ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.

Top Stories Gujarat Breaking News

Bhavnagar News: ભાવનગર (Bhavnagar) ના વલભીપુર તાલુકાના કાળા તળાવ ગામમાં વૃદ્ધ ખેડૂત પર થયેલા ઘાતકી હુમલાની ઘટનાએ સમગ્ર ગુજરાતમાં હલચલ મચાવી દીધી છે. આ ઘટનાએ સ્થાનિક પાટીદાર સમાજમાં ભારે રોષ ફેલાવ્યો છે, જેના પગલે સુરતથી લઈને ભાવનગર સુધી ઉગ્ર વિરોધ નોંધાયો હતો. દબાણ હેઠળ આવેલી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી રાજુ ઉલવાની ધરપકડ કરી, જેનાથી લુખ્ખાતત્વોની ગુંડાગીરી પર અંકુશ લાગ્યો હોવાનું જણાય છે.

ગતરોજ કાળા તળાવ ગામમાં એક વૃદ્ધ ખેડૂત મુખ્ય નદીમાંથી માટી ભરવા ગયા હતા. આ દરમિયાન રાજુ ઉલવા અને તેની ટોળકી સાથે તેમનો વિવાદ થયો. વિવાદ એટલો વધ્યો કે લુખ્ખાતત્વોએ વૃદ્ધ ખેડૂતને ગંદી ગાળો આપી અપમાનિત કર્યા અને ત્યારબાદ પાવડાના હાથાથી તેમના પર ઘાતકી હુમલો કર્યો. આ હુમલામાં વૃદ્ધ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.

આ ઘટનાના પડઘા માત્ર ભાવનગર સુધી જ સીમિત ન રહ્યા, પરંતુ સુરત સુધી પહોંચ્યા. સુરતના કતારગામ વિસ્તારમાં પાટીદાર સમાજ દ્વારા એક જાહેરસભા યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા. આ સભામાં સમાજના લોકોએ સરકારને આવા લુખ્ખાતત્વો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી. સભામાં એક જ સૂર ગુંજ્યો કે, “આવા ગુંડાઓને છૂટ આપવામાં ન આવે, અને નિર્દોષ લોકોની સુરક્ષા સુનિશ્ચિત થાય.” પાટીદાર સમાજે આંદોલનની ચીમકી આપતા પોલીસ પર દબાણ વધ્યું, અને આખરે રાજુ ઉલવાની ધરપકડ કરવામાં આવી.

વલભીપુર પોલીસ મથકમાં આ બનાવ સંદર્ભે નાથાભાઈ ઉલવા અને રાજુભાઈ ઉલવા નામના શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો. સમાજના ઉગ્ર વિરોધ અને આંદોલનની ચીમકીને પગલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી રાજુ ઉલવાને ઝડપી લીધો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાવનગરમાં ભાઈએ બહેન પર દુષ્કર્મ આચર્યુ, ગર્ભ રહેતા યુવતીનો આપઘાત

આ પણ વાંચો:ભાવનગરમાં ભૂવા પર દુષ્કર્મની ફરિયાદ, પરિવારને મારી નાખવાની ધમકી આપતો

આ પણ વાંચો:ભાવનગરમાં પરીણિતા સાથે વિધર્મીએ આચર્યુ દુષ્કર્મ