Not Set/ અકસ્માત/ ભાવનગર-અમદાવાદ હાઇવે રક્ત રંજીત, બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત

ગુજરાતનાં રોડ ફરી અકસ્માતી લોહીથી રક્ત રંજીત બન્યા છે. ભાવનગર – અમદાવાદ હાઇવે પર અકસ્માત સર્જાયાનાં સમાચાર સામે આવી રહ્યા છે. ભાવનગર – અમદાવાદ હાઇવે પર ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રકેની અડફેટે બાઈક આવી જતાં બાઇલ ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હોવાનું સામે આવી રહ્યું છે. જોવાની વાત તો આ છે […]

Gujarat Others

ગુજરાતનાં રોડ ફરી અકસ્માતી લોહીથી રક્ત રંજીત બન્યા છે. ભાવનગર – અમદાવાદ હાઇવે પર અકસ્માત સર્જાયાનાં સમાચાર સામે આવી રહ્યા છે. ભાવનગર – અમદાવાદ હાઇવે પર ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રકેની અડફેટે બાઈક આવી જતાં બાઇલ ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હોવાનું સામે આવી રહ્યું છે.

જોવાની વાત તો આ છે કે, અકસ્માત સર્જાતા જ ટ્રક ડ્રાઇવર ઘટના સ્થળે ઇજામાં કણસતા બાઇક ચાલકને તેજ હાલતમાં છેડીને ભાગી ગયો હતો. ટ્રક ચાલક ટ્રક અને બાઇક ચાલકને છોડી ફરાર થઇ ગયો, જો તેણે માનવતા બતાવી અને બાઇક ચાલકની મેડિકલ સહાય કરવાની કોશિશ કરી હોત તો કદાચ બાઇક ચાલક બચી શક્યો હતો.

આવી અનેક ઘટના બને છે, ક્યારેક અકસ્માતમાં બને માંથી કોઇનો એટલો વાંક હોતો નથી અને સહજ રીતે બનવાકાળ અકસ્માત સર્જાય છે. માટે જ અકસ્માત કહેવાય પરંતુ જ્યારે આ રીતે પોતાની પ્રાથમિક ફરજ માંથી જો અકસ્માતમાં સામેલ કોઇ બીજાને મદદ કરવાની જગ્યાએ ફરાર થઇ જાય ત્યારે તે વધુ ઘૃણાસ્પદ કહેવાય છે. વલભીપુર પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ઘરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.