halol/ પ્રસૂતી બાદ માતા અને નવજાતનું મૃત્યુ થતા પરિવારજનોએ ડોકટર સામે કર્યા આવા આક્ષેપ 

હોસ્પિટલના ડોક્ટરની નિષ્કાળજીને લીધે જ બન્નેના મોત થયાના આક્ષેપો પોલીસ સમક્ષ કરી ડોક્ટર અને કસુરવારો સામે કડક માં કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે.

Gujarat Others

@મોહસીન દાલ, હાલોલ 

● હાલોલની ગાયત્રી હોસ્પિટલમાં ત્રિકમપુરાની મહિલાને પ્રસૂતા માટે લવાઇ હતી
● પુત્ર જન્મ બાદ રક્તસ્ત્રાવ થતાં માતા-પુત્રને વડોદરા રિફર કરાયા હતાં

મળતી માહિતી અનુસાર હાલોલ બસ્ટેન્ડ ત્રણ રસ્તા પર આવેલ ગાયત્રી પ્રસૂતિગુહ હોસ્પિટલમાં હાલોલ તાલુકાના ત્રિકમપુરા ગામની મહિલાને પ્રસૂતા માટે લવાયા બાદ નોર્મલ ડિલિવરી દરમિયાન પુત્રને જન્મ આપ્યા બાદ રક્તસ્ત્રાવ થતા મહિલા અને બાળકને વડોદરા રીફર કરાયા બાદ સાંજે નવજાત બાળકનું અને મોડી રાત્રે મહિલાનું મોત નિપજતા પરિવારજનોએ ડોક્ટર ની બેદરકારીને લઈ માતા પુત્રના મોત થયાના આક્ષેપો કરતા પોલીસે હાલ અકસ્માત મોતની નોંધ કરી પીએમ માટે પ્રથમ હાલોલ રેફરલ હોસ્પિટલ અને ત્યાર બાદ મોડી સાંજે પીએમ માટે મૃતદેહને વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે લઈ જવાતા ઘટના અંગે અનેક તર્કવિતર્ક સર્જાયા છે.

પ્રવાસ / પીએમ મોદી કેવડિયા પહોંચ્યા, એકતા મોલનું કર્યું ઉદઘાટન…

દારૂબંધી / બુટલેગરો હવે દરિયાઈ માર્ગે ગુજરાતમાં દારૂ ઘુસાડી રહ્યા છે…

હાલોલ તાલુકાના ત્રિકમપુરા ગામની ૨૧ વર્ષીય પરિણીતા ગર્ભવતી થતા છેલ્લા નવ મહિનાથી હાલોલની ગાયત્રી પ્રસૂતિગુહ હોસ્પિટલમાં દવા ચાલતી હતી. ગત રોજ પરિણીતાને પ્રસુતાનો દુખાવો ઉપડતા ગાયત્રી હોસ્પિટલમાં લવાઈ હતી. તેની નોર્મલ પ્રસુતિ બાદ પુત્રને જન્મ આપ્યો હતો. પ્રસુતિ  બાદ યુવતીને રક્તસ્રાવ શરૂ થયો હતો. તો બીજી તરફ નવજાત બાળકની તબિયત પણ લથડતા તેને વડોદરા રીફર કર્યો હતો.

VALSAD: દારૂ રસિક ઉદ્યોગપતિ દંપતીને દારૂની પાર્ટી કરવાનાં અરમાન પડ્ય…

દરમિયાન પરિણીતાની પણ તબિયત વધુ ખરાબ થતા તેને પણ વડોદરા રીફર કરાઈ હતી, દરમિયાન સાંજે નવજાત બાળકનું અને મોડી રાત્રે યુવતીનું પણ મોત નિપજતા પરિવાર પર આભ તુટી પડ્યું હતું. સતત નવ મહિના સુધી હાલોલની ગાયત્રી હોસ્પિટલમાં નિયમિત ચેકઅપ કરાયા બાદ પણ માતા પુત્રના મોત નિપજતા પરિવારજનોએ હોસ્પિટલના ડોક્ટરની નિષ્કાળજીને લીધે જ બન્નેના મોત થયાના આક્ષેપો પોલીસ સમક્ષ કરી ડોક્ટર અને કસુરવારો સામે કડક માં કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે.

બીજી તરફ હાલોલ શહેર પોલીસે હાલ અકસ્માત મોતની નોંધ કરી મૃતદેહનું પેનલ ડોકટરો દ્વારા પીએમ કરાવા મૃતદેહને રેફરલ હોસ્પિટલમાં લવાયો હતો.  પીએમ શરૂ થાય તે પહેલાં જ રેફરલના ડોકટરોને કોઈ શંકા જતા પીએમ અટકાવ્યું હતું. પીએમ માટે મૃતદેહને વડોદરા સયાજી હોસ્પિટલમાં લઇ જવા પોલીસ ને જણાવતા રાત્રે મૃતદેહને વડોદરા લઈ જવાની તજવીજ હાથ ધરાઈ હતી ઘટના અંગે અનેક પ્રશ્નોએ સ્થાન લીધું છે.

ડોક્ટરની બેદરકાર ને લીધેજ બંન્નેના મોત થયા છે

મારી બહેનની નવ મહિનાથી ગાયત્રી હોસ્પિટલ માં દવા ચાલતી હતી દુખાવો થતા હોસ્પિટલ માં લવાઈ હતી જ્યાં નોર્મલ ડિલેવરી થઈ પુત્ર ને જન્મ આપ્યો હતો ત્યારે બાદ બલ્ડીંગ થતા ડોક્ટરે ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી નાના બાળક અને મારી બહેનને વડોદરા રીફર કરી હતી જ્યાં સાંજે નાના બાળકનું અને મોડી રાત્રે મારી બેનનું મોત થયું છે જે ડોક્ટરની બેદરકારી ને લીધે જ થયું છે ડોકટર સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અમને ન્યાય મળવો જોઈએ અમે સરકાર અને પોલીસને અપીલ કરીએ છે કે આવી ઘટના બીજી વાર ન બને માટે સમાજમાં દાખલો બેસે તેવી ડોક્ટર સામે કાર્યવાહી થવી જોઈએ.