અમદાવાદમાં કોરોના ફરી માથું ઉંચકી રહ્યો હોય તેવી વિગતો સામે આવી રહી છે. જી હા, સરકાર દ્વારા આપવામાં આવતા કોરોનાનાં રોજીંદા આંકડામાં હાલનાં દિવસોમાં કોરોના અમદાવાદમાં પહેલાનાં પ્રમાણમાં કાબુમાં જોવામાં આવી રહ્યો છે અને પાછલા ધણા દિવસોથી કોરોનાનાં અમદાવાદમાં નોંધવામાં આવતા કેસની સંખ્યા લગભગ 150ની આજુબાજુ જોવામાં આવે છે. જ્યારે આજે સામે આવેલી વિગતોથી અમદાવાદમાં કોરોનાનો કહેર ફરી એક વાર બેકાબુ બનવાની તૈયારી કરી રહ્યો હોય તેવુ પ્રતિત થઇ રહ્યું છે.
જી હા, સામે આવી રહેલી વિગતો પ્રમાણે અમદાવાદની એક કન્સ્ટ્રકશન સાઈટ પર કોરોનાનાં અધધધ કેસ નોંધાયા છે. અધધધ એટલે પાછલા દિવસેમાં પૂરા અમદાવાદમાં નોંધવામાં આવી રહ્યા છે તે આંકડાની સમિપ કેસ નોંધાયા છે. અમદાવાદની એક કન્સ્ટ્રકશન સાઈટ 110 થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ કન્સ્ટ્રકશન સાઈટ PSPની સાઈટ હોવાની વિગતો વિદિત છે. AMC એ સમગ્ર વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યો છે. અધધધ કેસ સામે આવતા PSPની સાઈટ પર વધુ 700 મજૂરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
