કેશોદ,
કેશોદ તાલુકાના મોવાણા ગામે રહેતી યુવતીને એનાજ ગામના યુવાન સાથે પ્રેમ થઈ જતાં યુવાનીમાં પ્રેમ પાગરયો હતો. દોઢેક વર્ષના પ્રેમસંબંધ માં યુવતી ગર્ભવતી બનતાં પ્રેમીએ સ્વીકારવા અનાદાર કરી જીવતી સળગાવી દેવાની ધમકી આપતાં કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
કેશોદ પોલીસ સ્ટેશનમાં રૂબરૂમાં મહિલા કોન્સ્ટેબલ સમીનાબેન બેલીમ સમક્ષ યુવતીએ કરલી વાત મુજબ દોઢેક વર્ષ અગાઉ મોવાણા ગામે ડેમમાં માટીના ટ્રેકટર ભરવામાં આવતાં હતાં ત્યારે ગામના યુવાન માર્શલ વડારીયા સાથે બળતણ વિણવા જતાં પ્રેમસંબંધ બંધાયો હતો.
ત્યારબાદ વારંવાર મળતાં હતાં. છેલ્લે યુવાન ની વાડીમાં શરીરસંબધ બાધતા ગર્ભ રહી ગયાનું ધ્યાને આવ્યું હતું. યુવતીએ પોતાની શારીરિક ફેરફારની હકીકત યુવાનને કરતાં ઉશ્કેરાઈ ગયો હતો અને તારે જે કરવું હોય તે કર મારે કાઈ લેવાદેવા નથી.
વધુમાં ધમકી આપી હતી કે કોઈને મારાં વિશે કહીશ તો જીવતી સળગાવી દઈશ, ગભરાઈ ગયેલી યુવતીની હકીકત ધ્યાને લઈ કેશોદ પોલીસ દ્વારા કલમ ૩૭૬,૫૦૬/૨,એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધી તપાસ ડીવાયએસપી બી. જે. ગઢવી ચલાવી રહ્યા છે. કેશોદ તાલુકાના મોવાણા ગામમાં બનાવ બનતાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.
