Not Set/ વલસાડ જિલ્લામાં મોડી સાંજથી ભારે વરસાદ, રેલવે સ્ટેશનમાં ભરાયા પાણી

વલસાડ વલસાડ જિલ્લા ની વાત કરીએ તો વલસાડ શહેર માં  છીપવાડ અને મોગરાવાડી બંને અંડર પાસ માં પાણી ભરાઈ જતા મોડી રાત સુધી વાહન વ્યવહાર ને અસર થઈ હતી. તો જોકે બીજી બાજુ શહેર ની ઝીનત નગર સોસાયટીમાં પાર્ક કરેલ ટેમ્પો ના ટાયર ડૂબી જવા પામ્યા હતા એટલું પાણી સોસાયટીમાં ભરાયા હતા તો ભારે વરસાદ […]

Gujarat Others Videos
valsad-rain
વલસાડ
વલસાડ જિલ્લા ની વાત કરીએ તો વલસાડ શહેર માં  છીપવાડ અને મોગરાવાડી બંને અંડર પાસ માં પાણી ભરાઈ જતા મોડી રાત સુધી વાહન વ્યવહાર ને અસર થઈ હતી. તો જોકે બીજી બાજુ શહેર ની ઝીનત નગર સોસાયટીમાં પાર્ક કરેલ ટેમ્પો ના ટાયર ડૂબી જવા પામ્યા હતા એટલું પાણી સોસાયટીમાં ભરાયા હતા તો ભારે વરસાદ ને પગલે હાઇવે પર પણ વાહન ચાલકો ને મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો હતો જેને લઈ એક કાર ચાલક રોડ ની સાઈડ માં ફસાયો હતો.
[embedyt] https://www.youtube.com/watch?v=3nYyDSiSN8k[/embedyt]
ભારે પવન સાથે વીજળી ના કડાકા સાથે પડેલ વરસાદ એ વલસાડ જિલ્લા માં વાપી.પારડી.ઉમરગામ.વલસાડ જેવાં વિસ્તારો માં પાણી ભરી દીધા હતા રસ્તા ઓ પર પાણી ભરાવવા ના બનાવો બન્યા હતા તો બીજી તરફ વલસાડ રેલવે સ્ટેશન પર પણ વરસાદી પાણી ભરાયા હતા વેઇટિંગ રમ થી લાઇ મેનેજર ની ઓફિસ થી લઇ પ્લેટફોર્મ ની ઉપર પાણી વરસાદી ભરાતા  મુસાફરો પરેશાન થયા હતા આમ મોડી સાંજ થી પડેલ વરસાદ વહેલી સવાર સુધી ચાલુ રહ્યો છે
[embedyt] https://www.youtube.com/watch?v=bjcWztCcepQ[/embedyt]
રાજયમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘમહેર જારી રાખી છે. રાજ્યના વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં ૨૦૪ મી.મી. એટલે કે આઠ ઇંચથી વધુ, પારડી તાલુકામાં ૧૮૦ મી.મી. એટલે કે સાત ઇંચથી વધુ, કપરાડા તાલુકમાં ૧૫૫ મી.મી. અને ઉમરગામમાં ૧૪૮ મી.મી. મળી કુલ બે તાલુકાઓમાં છ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.