#BZScam/ CID એ કરી ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ, આરોપીને આશરો આપનાર પણ ફસાયો- જાણો CID IG એ શું કહ્યું ?

કરોડો રૂપિયાના કૌભાંડમાં સંડોવાયેલા ભૂપેન્દ્ર ઝાલાની આખરે ધરપકડ કરાઈ. CID એ તેને દવાડા ગામના એક ફાર્મ હાઉસ પરથી ઝડપી પાડ્યો, ખાનગી ફાર્મ હાઉસ પર ઝાલા જલસાથી રહેતો હતો.

Gujarat Top Stories Others Mantavya Vishesh Breaking News

BZ Group Scam : CID ક્રાઈમ દ્વારા એક મહત્વપૂર્ણ કામગીરીના ભાગરૂપે ભૂપેન્દ્ર ઝાલાને, જે એક મહિનાથી ફરાર હતો તેને ઝડપી લેવામાં આવ્યો છે. પરીક્ષિતા રાઠોડ, IG CID ક્રાઈમના જણાવ્યા મુજબ, CID ક્રાઈમ મોટી સંખ્યા દ્વારા દવડા ગામના સીમમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. CID ક્રાઈમની ટીમને ટેકનિકલ સર્વેલન્સના આધાર પર મહેસાણા જિલ્લામાં આરોપી ભૂપેન્દ્ર ઝાલાની હાજરીનો સંકેત મળ્યો હતો, જેના પરથી ઝાલાને ઝડપવામાં સફળતા મળી હતી.

સૂત્રો દ્વારા વિગત સામે આવી છે કે, ભૂપેન્દ્ર ઝાલા કોંગ્રેસના એક જાણીતા નેતાના ભાણીયા કિરણસિંહ સાથે નજીકના સંબંધો ધરાવતો હતો. કિરણસિંહ પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી કિર્તીસિંહ ઝાલાનો ભાણેજ હોવાનું જાણવા મળ્યું છે. આ સંબંધોને કારણે રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

ભૂપેન્દ્ર ઝાલા પર આરોપ છે કે તેણે મોટી ચીટીગ અને નાણાંકીય કૌભાંડ કર્યું છે. પ્રાથમિક તપાસમાં આના અંતર્ગત પત્તા પડતાં આની સંલગ્નતા 95 કરોડ રૂપિયાની રકમની છે, જે લોકો પર બાકી છે. CID ક્રાઈમ હવે ભોગ બનનાર લોકોને તેમના નાણા પાછા આપવા માટે કામ કરશે. આ સંજોગોમાં, Bz ફાઇનાન્સ સર્વિસના ચીટીગ બાબતે તેમની ફરિયાદ કરી છે, અને તે સંલગ્ન રહી શકે છે.  લોકો સાથે કરોડોનું ફુલેકી ફેરવીને ફરાર થચો હતો.

ભૂપેન્દ્ર ઝાલા  પર કાર્યવાહી ચાલુ છે અને તેની ધરપકડ સાથે, તેના ભાઈને પણ પૂછપરછ માટે લાવવામાં આવ્યો છે. આરોપી ને આશરો આપનારા ફાર્મ હાઉસ ની પણ તપાસ થશે. CID હવે ફાર્મ હાઉસ પર પણ તપાસ કરી રહી છે, જ્યાં ઝાલાને આશરો મળ્યો હતો. આ કૌભાંડ 2020 થી ચાલુ હતું અને  યોગ્ય પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: BZ કૌભાંડમાં મોટો ઘટસ્ફોટ! ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, લોકોનું કરોડો રૂપિયાનું ફેરવ્યું ફૂલેકું

આ પણ વાંચો: BZ ના ભૂપેન્દ્ર ઝાલાએ ધરપકડથી બચવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી

આ પણ વાંચો: BZ કૌભાંડમાં મોટો વિસ્ફોટ: ભૂપેન્દ્રસિંહના ભાઇ રણજીતસિંહની અટકાયત, CIDની તપાસમાં મોટા ખુલાસા