Junagadh News : જૂનાગઢમાં MLA સંજય કોરડીયાએ ભાજપના સક્રિય સભ્યો જોગ પત્ર લખ્યો છે. જેમાં નબળા કામોને ઉજાગર કરવા પત્રમાં ટકોર કરવામાં આવી છે. છેલ્લા 1થી દોઢ વર્ષમાં થયેલ કામોને લઇ પત્ર લખવામાં આવ્યો છે.તે સિવાય રસ્તા કે ભૂગર્ભ ગટરના નબળા કામોને લઈ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પત્રમાં નબળી ગુણવત્તાના કામ થયા હોય તો જાણ કરવા જણાવાયું છે.

તે સિવાય ગેરરીતિ થઈ હોય તો પણ જાણ કરવા જણાવાયું છે. MLA કોરડીયાનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ પત્ર વાયરલ થતાં મનપાના બાબુઓમાં ફફડાટ ફેલાયો છે. હાલમાં શહેરમાં ભૂગર્ભ ગટરના કામો ચાલી રહ્યા છે. અગાઉ વિપક્ષે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા.
આ પણ વાંચોઃ જૂનાગઢ ફેમિલી કોર્ટ કેસ: ભરણપોષણની અરજી પર હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
આ પણ વાંચોઃ જૂનાગઢનાં ઉનામાં દીપડાંએ ખેડૂત પર હુમલો કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત, લોકોમાં ભયનો માહોલ
આ પણ વાંચોઃ જૂનાગઢનાં ગુજસીટોકનાં ‘કુખ્યાત’ આરોપી કાળા દેવરાજનાં બંગલા પર બુલડોઝર ફેરવાયું
