Breaking News/ રાજકોટના આજી ડેમમાં કરુણ દુર્ઘટના: ચાર મિત્રો ડૂબ્યા, ત્રણના મોત, એક લાપતા

રાજકોટના આજી ડેમ (Rajkot Aji Dam accident)માં ચાર લોકો ડૂબ્યા, જેમાંથી ત્રણના મોત થયા અને એક હજી લાપતા છે. ફાયરબ્રિગેડ દ્વારા શોધખોળ ચાલુ.

Top Stories Gujarat Rajkot Breaking News
Rajkot Aji Dam accident: 4 ડૂબ્યા, 3ના મોત, 1 લાપતા

Breaking News: રાજકોટ શહેરમાં આવેલી આજી ડેમ (Rajkot Aji Dam accident) પાસે શોકજનક ઘટના સામે આવી છે. ચાર યુવકો ડેમના પાણીમાં ડૂબી જતા તેમાંમાંથી ત્રણના મોત નિપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ હજી લાપતા છે. ફાયર બ્રિગેડ અને સ્થાનિક તંત્ર દ્વારા લાપતા વ્યક્તિની શોધખોળ ચાલુ છે.

વાહન ધોતી વખતે સર્જાયો અકસ્માત

પ્રાથમિક માહિતી મુજબ, ચારેય યુવકો આજી ડેમ (Rajkot Aji Dam accident)  પાસે પોતાનું વાહન ધોવા માટે ગયા હતા. આ દરમિયાન તેઓ પાણીમાં ઉતર્યા અને અચાનક ઊંડા પાણીમાં ફસાઈ જતા ડૂબી ગયા હોવાનો અનુમાન છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી.

Rajkot Aji Dam accident પર રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક કામગીરી હાથ ધરી અને ત્રણ યુવકોના મૃતદેહોને બહાર કાઢ્યા. જ્યારે ચોથા વ્યક્તિની શોધખોળ માટે ડેમમાં સતત સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે. સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્રિત થયા હતા.

મૃતકોની ઓળખ

આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ત્રણ યુવકોની ઓળખ નીચે મુજબ કરવામાં આવી છે, ભરત જાદવ, ધવલ જાદવ, ધ્રુવ મકવાણા ત્રણે રાજકોટના ઘાંચીવાડ વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.


આ પણ વાંચો:અમદાવાદના વાસણા બેરેજ પાસે કાર ખાબકતાં 2 યુવકોના મૃતદેહો મળ્યાં, 1ની શોધખોળ યથાવત્

આ પણ વાંચો:ભાવનગરની માલણ નદીમાં ત્રણ સગા ભાઈઓ ડૂબતા ચકચાર

આ પણ વાંચો:મોડાસાના માઝૂમ નદીના પુલ પર કાર ખાબકતાં ત્રણ યુવકોનું મોત, એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત