ગુજરાતમાં અનલોક 1 આજથી શરૂ થયું છે. ત્યારે મુખ્યમંત્રીએ રાજ્યમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે સમગ્ર ગુજરાતમાં ST બસ સેવા ચાલુ કરવામાં આવી છે. કન્ટેઇન્ટમેન્ટ ઝોન તેમજ માઇક્રો કન્ટેઇન્ટમેન્ટ ઝોન સિવાય સમગ્ર રાજ્યમાં આજથી ST બસ સેવા ચાલુ કરવામાં આવી છે.
રાજ્યના તમામ શહેરોમાં ST બસ જશે અને 50 ટકા મુસાફરો સાથે ST બસ સેવા શરૂ થઇ ગઇ છે. મુસાફરો માટે ગાઇડલાઇન જાહેર કરાઇ છે. માસ્ક વગર મુસાફરોનેવ પ્રવેશ નહી મળે. થર્મલ ચેકિંગ બાદ જ મુસાફરોને પ્રવેશ આપવામાં આવશે.
રાજ્યમાં સોશિયલ ડિસ્ટન્સનાં પાલન માટે ST બસ સેવા શરૂ કરવામાં આવી છે. સોમવારથી રાજ્યમાં ST બસ સેવા શરૂ કરી દેવામાં આવી છે. કન્ટેન્ટમેન્ટ ઝોન તેમજ માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાય સમગ્ર રાજ્યમાં નિગમની બસોનું સંચાલન શરૂ કરવામાં આવ્યું છે. અને સવારનાં 7થી રાતનાં 8 વાગ્યા સુધી જ ST બસ દોડશે. તે બાદના સમયમાં ST બસનું સંચાલન બંધ રહેશે.
આપને જણાવી દઈએ કે અમદાવાદ અને સુરતની બસમાં માત્ર 50 ટકા જ લોકો બેસી શકશે. આ સિવાય અન્ય જિલ્લાઓમાં કુલ 60 ટકા બેઠક વ્યવસ્થા સાથે બસ સેવા ચાલુ કરવામાં આવશે. આ ઉપરાંત કોઈપણ મુસાફર ઊભા ઊભા મુસાફરી કરી શકશે નહીં. રાજ્ય સરકાર સૂચનાના આપે ત્યાં સુધી અમદાવાદનું મુખ્ય બસ સ્ટેન્ડ ગીતામંદિર ચાલુ કરવામાં આવશે નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
