સુશાંત સિંહ રાજપૂત ડ્રગ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એ બે ડ્રગ પેડલરોની ધરપકડ કરી છે. તેમાંથી એકનું નામ હરીશ ખાન કહેવામાં આવી રહ્યું છે. ધરપકડ સમયે હરીશ ખાન પાસેથી મોટી માત્રામાં એમડીએમએ ડ્રગ્સ મળી આવ્યું છે. એનસીબી આ મામલે સતત કાર્યવાહી કરી રહી છે અને આગામી કેટલાક દિવસોમાં કેટલીક વધુ મહત્વપૂર્ણ ધરપકડ પણ થઈ શકે છે.
અગાઉ સિદ્ધાર્થ પિઠાનીની હૈદરાબાદથી ધરપકડ કરવામાં આવી હતી. પિઠાની સુશાંતસિંહ રાજપૂતનો મિત્ર હતો અને તેની સાથે મુંબઇના પરા બાંદ્રામાં દિવંગત એક્ટરના ઘરે રહેતો હતો. અધિકારીએ કહ્યું હતું કે ડ્રગ કેસમાં પિઠાનીની કથિત ભૂમિકા એક્ટરના મૃત્યુ બાદ ઉભરી આવી હતી, જે એનસીબી તપાસ દરમિયાન પ્રકાશમાં આવી હતી અને તેથી જ તેની ધરપકડ કરવામાં આવી હતી.
Maharashtra | Narcotics Control Bureau (NCB) arrested one Harish Khan, a drug peddler in Bandra in the drugs case linked to late Bollywood actor Sushant Singh Rajput: NCB
— ANI (@ANI) June 2, 2021
આ પણ વાંચો :ટોપલેસ થઈ પ્રિયા પ્રકાશ વારિયર, તસવીર જોઈને ફેન્સ બોલ્યા, “કોઈ તો રોક લો “
આપને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂત 14 જૂને તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો. જે બાદ મુંબઈ પોલીસ અને બાદમાં પટના પોલીસે આ મામલે તપાસ કરી હતી. જોકે, સુશાંતસિંહ રાજપૂતનાં મોતની તપાસ બાદમાં સીબીઆઈને સોંપવામાં આવી હતી. તે જ સમયે, આ કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ અભિનેત્રી રિયા ચક્રવર્તી અને તેના ભાઈ સહિત ઘણા લોકોને નારોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો :માથા પર પાટો બાંધીને સામે આવી કરણ મેહરાની પત્ની, અફેર સહિત લગાવ્યા આ ગંભીર આરોપ
આ પણ વાંચો : નરગિસની જન્મજયંતિ પર સંજય દત્તે ભાવુક પોસ્ટ શેર કરી કહ્યું, – તમારા જેવું કોઈ નહીં

