બોલિવૂડમાં પોતાની અભિનય અને સુંદરતાથી લાખો દિલો પર રાજ કરનારી દિગવંત અભિનેત્રી નરગિસ દત્તે જો આજે આપની વચ્ચે હોત તો તેણી તેમનો 92 મો જન્મદિવસ ઉજવ્યો હોત. આજે 1 જૂન તેમની જન્મજયંતિ છે. આવી સ્થિતિમાં પોતાની માતા નરગિસને યાદ કરતાં અભિનેતા સંજય દત્તે માતા સાથે બાળપણ નો ફોટો શેર કર્યો છે.
સંજય દત્તે તેના ઇન્સ્ટાગ્રામ પર તેના પિતા સુનિલ દત્ત અને તેની બહેનો અને માતાની સાથેની ઘણી તસવીરો શેર કરી છે, જે હવે વાયરલ થઈ છે.
સંજય દત્તે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો શેર કર્યો છે
આ તસવીરો શેર કરતા સંજય દત્તે કેપ્શનમાં લખ્યું હતું કે, “તમારા જેવું કોઈ નથી … જન્મદિવસની શુભેચ્છા માતા”. અભિનેતા દ્વારા શેર કરેલા બધા ફોટા બ્લેક એન્ડ વ્હાઈટ છે. આ તસવીરોમાં નરગિસ તેના પતિ અને બાળકો સાથે હસતાં પોઝ આપી રહી છે.
View this post on Instagram
નરગિસ દત્તની બોલિવૂડમાં એન્ટ્રી અને મૃત્યુ
નરગિસ દત્તે તેની કારકીર્દિની શરૂઆત બાળ અભિનેત્રી તરીકે વર્ષ 1935 માં બલ્લ કલાકાર તરીકે તલાશ -એ-હકથી કરી હતી. 1949 માં, તેણે મહેબૂબ ખાનના અંદાઝમાં મુખ્ય અભિનેત્રી તરીકે પ્રવેશ કર્યો. નરગિસ દત્તનું નામ એ અભિનેત્રીઓમાંનું એક છે જેમણે ફિલ્મ જગતમાં પોતાની અલગ અને મજબૂત ઓળખ બનાવી. આ ઓળખ તેમને ઉંચાઈ પર લઈ ગઈ, પરંતુ નરગિસ નાની ઉંમરે કેન્સર જેવી જીવલેણ બીમારીનો શિકાર બની હતી. જે બાદ તેણે 3 મે 1981 ના રોજ અંતિમ શ્વાસ લીધા.
